Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

વધુ વૃક્ષ વાવીને પર્યાવરણ શુદ્ધ કરવા સરકાર કટિબદ્ધ

વન પર્યાવરણ મંત્રીએ માહિતી આપીષ્ઠ

અમદાવાદ,તા.૯ : રાજ્યમાં જેમ બને તેમ વધુ વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ લાવી, પર્યાવરણને શુદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવા. આજે ગાંધીનગર વિધાનસભા ખાતે ચૌદમા સત્રમાં ઠક્કરબાપનગર વિસ્તારના ધારાસભ્ય વલ્લભ કાકડીયા અને નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થાવાણીએ રાજ્ય સરકાર દ્વારા 'રક્ષક વન'માં રોપાનું વાવેતર અંગેના લેખિત પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના સરસપર ગામે રૂદ્રમાતા ડેમ સાઇટ પાસે આવેલા રક્ષક વનમાં કણજી, મહોગની, ગુલમહોર, પેલ્ટ્રોફાર્મ, ગોલ્ડન બામ્બૂ, લેગે સ્ટ્રોમીયા, લીમડા, ટેબુલીયા, ગરમાળો, વડ, પીપળો, ફાયકસ, ઇન્ડિયન ક્રિસમીસ ટ્રી, શિમળો, રૂખડો, ચંપો, બુચ, કૈલાસપતિ, કેજેલિયા, કચનાર, ખારેક અને વિવિધ જાતના વાડ વિગેરે જેવા રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે.

(9:36 pm IST)