Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

વનનિર્માણ યોજના હેઠળ વન્ય વિસ્તારોમાં વધારો

વન વિસ્તાર બહાર ૧૩.૯૭ ટકા વધારો

અમદાવાદ,તા.૯ :સામૂહિક વન નિર્માણ યોજનામાં સૌના સહિયારા પ્રયાસોથી ૧૩.૯૭ ટકા વધારો કરી શકાયો છે. મંત્રીએ જણાવ્યું કે, વન વિસ્તાર બહાર વૃક્ષો વાવેતર કરવાના સામૂહિક વનીકરણ કાર્યક્રમથી ૨૦૦૩માં ૨૪.૦૩ કરોડ વૃક્ષો, ૨૦૧૩માં ૩૦.૧૪ કરોડ અને ૨૦૧૭માં ૩૪.૩૫ કરોડ વૃક્ષોમાં તબક્કાવાર વધારો થયો છે અને ૧૩.૯૭ ટકા વધારો કરી શકાયો છે. કામરેજ તાલુકામાં સામૂહિક વનનિર્માણ હેઠળ રોપાઓના વાવેતર અંગે મંત્રીએ જણાવ્યું કે, ૨૦૧૮-૧૯માં ૧૮ હેક્ટર વિસ્તારમાં લીમડા, નીલગીરી ,સાગ, ગરમાળા જેવા વૃક્ષો ૧૦.૧૩ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. મંત્રીએ સામૂહિક વનીકરણની યોજનાની ૧૯૬૯-૭૦માં શરૂ કરી હોવાની જાણકારી આપતા જણાવ્યું કે વન વિસ્તાર સિવાયના બહારના વિસ્તારો એટલે કે પડતર જમીનો, ખરાબાની જમીનો, રસ્તા-નહેર-રેલવે અને તળાવની આસપાસની જમીનો મુખ્યત્વે રોપા ઉછેરમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

(11:56 am IST)