Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ધોળકા નગરપાલિકાનો ક્લાર્ક 40 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો

વર્કઓર્ડર મુજબ કામના કોન્ટ્રાકટરે મુકેલ બિલ મંજુર કરવા લાંચ માંગી હતી

 

ધોળકા: એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવીને ધોળકા નગરપાલિકાના ક્લાર્કને 40 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો.

  અંગે મળતી વિગત મુજબ નગરપાલિકા દ્વારા મળેલ વર્ક ઓર્ડર મુજબ કરેલ કામ બાબતે કોન્ટ્રાક્ટરે મૂકેલ બીલ મંજૂર કરવાના માટે ધોળકા નગરપાલિકાના ક્લાર્ક કૌશિક અર્જુનભાઇ પરમારે રૂ.40 હજાર લાંચની માગણી કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર લાંચ આપવા માગતા ના હોય એસીબી કચેરીનો સંપર્ક કરતા આજરોજ એસીબીએ લાંચનું છટકુ ગોઠવતા ક્લાર્ક કૌશિક પરમાર લાંચ પેટે 40 હજાર રૂપિયા સ્વિકારતા ઝડપી લેવામાં આવ્યો હતો.

મામલે ટ્રેપીંગ અધિકારી તરીકે વી.જે.જાડેજા, .સી.બી પોલિસ સ્ટેશન, અમદાવાદ ગ્રામ્ય તથા ટીમ અને સુપરવિઝન અધિકારી તરીકે કે.બી.ચુડાસમા , મદદનીશ નિયામક, .સી.બી. અમદાવાદ એકમએ ફરજ બજાવી હતી.

(10:44 pm IST)