Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

અમદાવાદના શાહપુરમાં પત્નીએ દહેજની અદાવત,આ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઢોરમાર માર્યો

અમદાવાદ:શાહપુરમાં રહેતા યુવક સામે તેની પત્નીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં દહેજની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકને પોલીસ સ્ટેશન બોલાવીને ઢોરમાર માર્યો હતો. જેમાં યુવકના બન્ને હાથમાં ફ્રેકચર થયું હતું. તે સિવાય પી.એસ.આઈ।એ ૫૦ હજારની માંગણી કરતા યુવકે પોલીસ કમિશનરને અરજી કરીને તપાસની માંગણી કરી છે.

આ બનાવની વિગત મુજબ શાહપુરમાં અવનીપાર્ક સોસાયટીમાં રહેતા રાહુલ કોન્ટ્રાક્ટરનાં ૨૨૦૯-૨૦૧૦ની સાલમાં લગ્ન થયા હતા. જેમાં તેમને એક દિકરી છે. પત્નીને અન્ય યુવક સાથે સંબંધ હોવાની સંકા જતા તેણે પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પત્ની તેના પિયર ચાલી ગઈ હોવાનું યુવકે પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું છે.બીજીતરફ પત્નીએ પતિ સામે દહેજની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પત્નીના નામે ખોલાવેલા ખાતામાંથી પત્ની નાણાનો દુરૃપયોગ ન કરે તે માટે નામાં ઉપાડી લીધા હતા.

(5:32 pm IST)