Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

૧૨ હજાર હજ્જયાત્રિકોને જ ગ્રીન કેટેગરીનો લાભ મળશે : ટુંક સમયમાં મુંબઇમાં થનારો ડ્રો

ગુજરાતના ૪૫ હજ્જ યાત્રિકોની VVIP કવોટામાં પસંદગી : એકલી મહિલા હજ્જયાત્રાએ જઇ શકે પણ ગુજરાતમાંથી એકેય અરજી આવી નહીં : સંભવતઃ ૨૦ જુલાઇથી ફલાઇટ

અમદાવાદ તા. ૧૦ : રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લઘુમતી કલ્યાણ મંત્રીશ્રીએ પોતાના VVIP કવોટામાંથી ગુજરાતના પિસ્તાલીસ ૪૫ જેટલા હાજીઓની અરજીઓ મંજુર કરીછે.નસીબદાર અરજદારોએ તાત્કાલિક ગુજરાત રાજય હજ કમિટીનો સંપર્ક કરી ફી વિગેરે ભરી દેવી. ગુજરાતમાંથી વધારે હાજીઓની પસંદગી કરવા બદલ રાજય હજ કમિટી અને વકફ બોર્ડના પૂર્વ ચેરમેન પ્રિન્સિપાલ મોહમ્મદઅલી કાદરીએ ખુશી વ્યકત કરી ભારત સરકારનો આભાર માન્યો છે

 (ગ્રીન) નાં હાજી માંથી ફકત ૧૨૦૦૦ NCNTZ (Accommodation) મંજુર થયેલ છે, જે હાજીને પોતે NCNTZ (ગ્રીન) માંથી જવા ઇચ્છતા હોય એ હાજીઓએ તારીખ.૧૭-૦૫-૨૦૧૯ સુધીમાં સાથે આપેલ અરજી (અંગ્રેજી માં)ઙ્ગ મુંબઈ મોકલી શકે છે , વધારાના NCNTZ (ગ્રીન) ને પાછલા વર્ષો માં જેમ Green to Azizya  ડ્રો દ્વારા કરતા હતા તે મુજબ કરીને Aziziya માં શિફટ કરવામાં આવશે.

હજ કમિટિ ઓફ ઇન્ડિયા-મુંબઇ તા.૦૯/૦૫/૨૦૧૯ ના સરકયુલર નં.૧૯ મુજબ હરમ શરીફના નજીકમાં મોટા સ્કેલ માં બાંધકામ ચાલતું હોઈ ભારતના NCNTZ કેટેગરી ના ૨૫૧૪૭ હજયાત્રીમાંથી ફકત ૧૨૦૦૦ હજયાત્રીને આ કેટેગરીનો લાભ મળશે. બાકીના ૧૩૧૪૭ હજયાત્રીને અઝીઝીયા કેટેગરીનીઙ્ગ ફાળવણી કરવામાં આવશે.

જે હજયાત્રી NCNTZ કેટેગરીમાં છે અને અઝીઝીયા માં જવા ઇચ્છતા હોય તે સાથે આપેલ ફોર્મ ભરીને તા.૧૭/૦૫/૨૦૧૯ કે તે પહેલા ફોર્મ ભરીને ગુજરાત રાજય હજ કમિટિ-ગાંધીનગર અને હજ કમીટી ઓફ ઇન્ડિયા-મુંબઇ ને મોકલી આપવા.

હજ ગાઈડ અનુસાર ૨૫૧૪૭ હજયાત્રી નો ડ્રો કરવામાં આવશે.તેમાંથી ૧૨૦૦૦ હજયાત્રી ને સિલેકટ કરીને બાકીના હજયાત્રી ને અઝીઝીયા કેટેગરી ફાળવવામાં આવશે.તેમનો ચાર્જ અઝીઝીયા કેટેગરી મુજબ રહેશે.

ગુજરાતના હજયાત્રીઓ માટેની ફલાઇટ સંભવતઃ ૨૦મી જુલાઇથી પ્રારંભ થશે. જે ૨૬મી જુલાઇ સુધી ચાલશે. આ વખતે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી અમદાવાદથી જનારા યાત્રીઓ સાઉદી એરલાઇન્સ નહિ પરંતુ એર ઇન્ડિયા મારફતે જશે તેમ હજ કમિટિના સૂત્રો જણાવી રહ્યા છે.

હજ કમીટિના સૂત્રો કહે છે કે, સંભવતઃ ૨૦મી જુલાઇથી જેદ્દાહ જવા માટે ફલાઇટનો પ્રારંભ થશે, પહેલા દિવસે બે ફલાઇટ ઉડાન ભરશે, જેમાં પહેલીમાં ૩૪૦ અને બીજીમાં ૪૨૦ યાત્રીઓ હશે, કુલ ૨૨ ફલાઇટ અમદાવાદ એરપોર્ટથી જેદ્દાહ જવા રવાના થશે. ૨૬મી જુલાઇએ છેલ્લી ફલાઇટ રહેશે. આ પ્રાથમિક કાર્યક્રમ હાલ તૈયાર થયો છે, જે ફેરફારને આધીન છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં ૭,૭૭૭ જેટલા યાત્રીઓ ગુજરાતમાંથી જશે, હજુ આમાં મહેરમના કવોટામાંથી ૧૧૦ યાત્રીઓ ઉમેરાશે. એકલી મહિલા પણ હજયાત્રાએ જઇ શકે છે પરંતુ ગુજરાતમાંથી બીજા વર્ષે પણ આવી એક પણ અરજી આવી નથી.

મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે હજ યાત્રા માટે કેલેન્ડર વર્ષ ૨૦૧૮થી સબસિડી નાબૂદ કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વીવીઆઇપી કવોટામાંથી ગુજરાતના ૪૫ જેટલા હજયાત્રીઓની પસંદગી થઇ હતી, દેશમાં આ માટેનો કુલ કવોટા ૩૦૦નો છે.

(2:52 pm IST)