Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

પ્રેમી દ્વારા પ્રેમિકાની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

બાવળામાં બનેલી ઘટનાને લઈ ઉંડી તપાસ : યુવતીના ૨૬મીના રોજ લગ્ન હતા : પરિવારના સભ્યોએ આરોપીને પકડવા માટેની માંગણી સાથે હોબાળો મચાવ્યો

અમદાવાદ,તા. ૯ :  બાવળામાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને જાહેરમાં જ છરીના ઉપરાછાપરી  ઘા ઝીંકી હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં જબરદસ્ત સનસનાટી મચી ગઇ છે. મરનાર યુવતીના તા.૨૬મી મેના રોજ તો લગ્ન થવાના હતા તે પહેલાં જ પ્રેમીએ તેનું કાસળ કાઢી નાંખતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, મૃતક યુવતીના પરિવારજનોએ આરોપીને તાત્કાલિક પકડી સખત સજા કરવાની માંગ સાથે પોલીસ સમક્ષ હોબાળો મચાવ્યો હતો, જેને લઇ મામલો ગરમાયો હતો. પોલીસે આ મામલામાં હાલ તો બે આરોપીઓની ધરપકડ કરી છે.

   આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગઇકાલે સાંજે બાવળા સ્ટેન્ડ બહાર મિત્તલ જાદવ તેની બહેન સાથે જઈ રહી હતી. ત્યારે કેતન વાઘેલા સહિત ત્રણ શખ્સ બાઈક પર આવીને મૃતક મિત્તલને બળજબરીથી બાઈક પર લઈ જવા માટે પ્રયાસ કર્યો હતો. મિત્તલે જવાનો ઈન્કાર કરતા કેતને છરીના આડેધડ ચાર ઘા મારી દીધા હતા. યુવતીને લોહીલુહાણ હાલતમાં પહેલા નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ પરંતું તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભરબજારમાં હત્યાનો મંજર એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જેમાં આરોપી છરી સાથે જઇ રહેલો સ્પષ્ટ નજરે પડે છે. પોલીસે આ પ્રકરણમાં બે આરોપીની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેતન વાઘેલા મૃતક મિત્તલના એક તરફી પ્રેમમાં હતો અને મિત્તલના લગ્ન નક્કી થઇ ગયા હોવાથી તેની હત્યા કરી હતી. દરમ્યાન મૃતક યુવતીના પરિવારજનોએ પોલીસ સમક્ષ જોરદાર હોબાળો મચાવી ઉગ્ર માંગ કરી હતી કે, આરોપીને અમારી સમક્ષ હાજર કરો ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી આપી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા કેટલાક સમયથી આરોપી યુવક મારી દીકરી પાછળ પડ્યો હતો. કેટલાક સમયથી તે હુમલા કરવા માટે રાહ જોઈ રહ્યો હતો. જેથી મારી બેનને ત્યાં છોકરી રહેતી હતી.

બ્લાઉઝ સિવડાવવા માટે તે સામેની સોસાયટીમાં ગઈ એટલામાં જ તેને મારી છોકરી પર હુમલો કરી દીધો. તેના ગળામાંથી ચેઈન, રોકડ રકમ લૂંટી તેણીને હથિયારના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. જો કે, જાહેરમાં આ પ્રકારે એક યુવતીની ભરબજારમાં રોડ વચ્ચે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા અને આરોપી બિન્દાસ્ત રીતે છરી લઇ ભાગી જાય તે ઘટના પોલીસતંત્ર સામે પણ ગંભીર સવાલો ઉઠાવે છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:32 pm IST)
  • ટ્યુનિશિયામાં હોડી ડૂબી જતા 70 પ્રવાસીઓના મોત :ટ્યૂનિશિયાના સફાક્સ પ્રાંતમાં સ્થિત એક કિનારાથી 4 માઈલ દૂર નાવ ડૂબી જતા તેના પે સવાર ઉપ સહારાઈ મૂળના અવૈધ પ્રવાસીઓના મોત નિપજ્યા: સ્થાનિક મીડિયા મુજબ માછલી પકડવાવાળી નાવ અને માછીમારોએ 16 પ્રવાસીઓને બચાવ્યા છે access_time 1:23 am IST

  • અમરેલીના ખાંભા રેન્જમાં સિંહણ દ્વારા પ બચ્ચાને જન્મ : અમરેલી જીલ્લાના ખાંભા રેન્જમાં સિંહણે પ બચ્ચાને જન્મ આપ્યો છે. વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણની કામગીરી રંગ લાવી છે જે અંગે લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે. સિંહોની સંખ્યામાં વધારો થતા જીવદયા પ્રેમીઓમાં વધારો થયો છે. access_time 3:38 pm IST

  • સુરતમાં પણ ખાતરની બોરીઓનું વજન અંગે ચેકીંગ : સુરતમાં તોલમાપ વિભાગ દ્વારા જહાંગીરપુરા સ્થિત મંડળીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે અને સરદાર બ્રાન્ડની ખાતરની બોરીઓનું વજન બરાબર છે કે નહીં ? તેનુ ચેકીંગ હાથ ધરાયુ છે access_time 2:42 pm IST