Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ધો.૧૨ સાયન્સમાં રાજ્યમાં ફરી એક વખત વિદ્યાર્થીઓ સામે વિદ્યાર્થીનીઓએ બાજી મારી

અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સ ગ્રુપ-Aનું પરિણામ 78.92 ટકા, ગ્રુપ-Bનું પરિણામ 67.26 ટકા અને ગ્રુપ-ABનું પરિણામ 64.29 ટકા જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે. ત્યારે ગત વર્ષની જેમ પણ વર્ષે વિદ્યાર્થીઓને પાછળ છોડીને વિદ્યાર્થીનીઓ આગળ નીકળી ગઇ છે.

ધોરણ-12 સાયન્સનું સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે. જેમાં કુલ 1,24,694 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ફોમ ભર્યા હતા. જેમાંથી કુલ 1,23,860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 71.83 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. જે જોતા તમે કહી શકો તે વિદ્યાર્થીઓ સામે વિદ્યાર્થીનીઓ ફરી એકવાર બોર્ડના પરિણામમાં બાજી મારી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી માધ્યમનું 71.90 ટકા, હિંદી માધ્યમનું 65.13 ટકા અને અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ પરિણામ જાહેર થયું છે. સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામનું વિતરણ સવારે 10થી 4 વાગ્યા સુધી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પણ પોતાનું પરિણામ જોઇ શકે છે.

(5:56 pm IST)
  • સુરતમાં પણ ખાતરની બોરીઓનું વજન અંગે ચેકીંગ : સુરતમાં તોલમાપ વિભાગ દ્વારા જહાંગીરપુરા સ્થિત મંડળીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે અને સરદાર બ્રાન્ડની ખાતરની બોરીઓનું વજન બરાબર છે કે નહીં ? તેનુ ચેકીંગ હાથ ધરાયુ છે access_time 2:42 pm IST

  • મેટ્રો પ્રોજેકટની કામગીરી સામે હાઇકોર્ટમાં પીટીશન : શાહપુરના વેપારીઓએ હાઇકોર્ટમાં કરી અરજીઃ મેટ્રો ટ્રેનને કારણે રસ્તો બંધ થતાં ધંધા પર અસરની રજુઆતઃ ધંધાના નુકશાન બદલ વળતર અને રસ્તો કરવા માંગઃ હાઇકોર્ટે રાજય સરકાર અને મેગા કંપનીને નોટીસ ફટકારી access_time 3:42 pm IST

  • રાજકોટના મવડી રોડ પર અંબિકા જવેલર્સમાં બીઆઇએસ દ્વારા ચેકીંગ : સુવર્ણકારોમાં ઘેરા પડઘા : હોલમાર્કના કાયદા અને ધારાધોરણ વિરુદ્ધ કાર્યવાહી થયાના આરોપ : સોનીઓની તમામ દુકાનો બંધ કરવા આહવાન : સોની સમાજના આગેવાનો પહોંચ્યા : માલ જપ્ત કરવાની કાર્યવાહી સામે સુવર્ણકરોમાં ભારે આક્રોશ access_time 1:11 pm IST