Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

પોલીસ તરીકે ઓળખ આપી લૂંટ ચલાવતી ગેંગ અંતે સકંજામાં

પ્રજાને વિશ્વાસમાં લેવાના અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના પ્રયાસો રંગ લાવી રહ્યા છે. સેકટર વડા બ્રજેશ ઝા, ડીસીપી રવિ સેનીના માર્ગદર્શનમાં એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમની કાબિલેદાદ કામગીરી

રાજકોટ તા.૧૦  અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક એક કુદરતી રીતે પારખવાની શકિત ધરાવે છે, કોને સાથે રખાય અને કોને દૂર, આ સાથે વિશાળ અનુભવ અને અહંકાર ઓગાળીને રહેતા હોવાથી તેમને દરેક પ્રકારની માહિતી મળતી રહે છે, તેમને વિશ્વાસુ લોકોને એકજ વાત કહે કે મને સારું લાગે તેવું નહિ જે સાચું હોય તે ચિત્ર રજૂ કરો, અમદાવાદમાં આના પરિણામે ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે, તાજેતરમાં કેટલાક તટસ્થ લોકો દ્વારા શહેરના ચોક્કસ વિસ્તારમાં પોતાની જાતને પોલીસ તરીકે ઓળખવી કેટલાક લોકો સામાન્ય લોકો પાસે લૂંટ કરતા હોવાની માહિતી મળતા આ બાબતની ખરાઈ કરી યોગ્ય પગલાંઓ લેવડાવવા માટે સેન્ટર-૨નાં વડા બ્રજેશ ઝા જેવા કાર્યદક્ષ આઇપીએસને જણાવતા તેઓે દ્વારા આ બાબતે ડીસીપી ઝોન-૬ રવિ સેનીને પણ તેમના વિસ્તાર અંગેની ફરિયાદથી વાકેફ કરતા આ ઘટનાનો તુરંત ભેદ ઉકેલવા માટે એસીપી યુવરાજસિંહ ગોહિલને જવાબદારી સુપ્રત કરવામાં આવતા જ અનુભવી એસીપી દ્વારા પોતાના સ્ટાફને બોલાવી વિવિધ ટીમો બનાવી આરોપીઓને શોધી કાઢવા અને પોતાને દરરોજ રિપોર્ટ આપવા સૂચના મળી અને પોલીસ સ્ટાફ મેદાને ઉતરી પડયો.

આ દરમિયાન પોલીસ ઇન્સ્પેકટર એસ. એ. પટેલ તથા સેકન્ડ પીઆઇ એસ.એસ.સોલંકીના નેતૃત્વ હેઠળ  સર્વેલન્સ સ્કોડનાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તેવા સમયે પોલીસમેં હર્ષદકુમાર રમેશભાઈ અને લોક રક્ષક ઙ્કવીણભાઈ વીરચંદભાઈની બાતમી આધારે આરોપીને સંકજામાં લેવાયા હતા.

(11:20 am IST)