Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

ભ્રષ્ટાચારીઓ સામેના ACB વડા શમશેરસિંઘનાં જંગમાં ચીફ સેક્રેટરી રાજકુમારે હાથ મિલાવ્યા

લોકોને રોજ બરોજનો સીધો સંપર્ક છે તેવા વિવિધ સરકારી અર્ધ સરકારી વિભાગોનાં ક્રોસ ચેકીંગ માટે રણનીતિ ઘડવા સાથે સરકારી વિભાગ સિવાય એસીબી કાર્યવાહી ન કરી શકે તેવો ભ્રમ પણ સરકારી અધિકારીનાં નામે નાણાં માંગનાર સામે કાર્યવાહી થતાં ભયનું લખલખું પ્રસરી ગયેલ : પોલીસ તંત્ર સામેની લાંચ રૂશ્વતની ફરિયાદ અંતર્ગત ગત માર્ચ સુધીમાં ૧૭ ટ્રેપ કરી અને ૩ સામે છટકા ગોઠવી કાર્યવાહી કરી હતી, આ દરમિયાન ૧૦ ખાનગી વ્યકિત સાથે ૩૪ પોલીસ અધિકારી સ્ટાફ સામે કાર્યવાહી કરતા સન્નાટો મચ્યો છે : મહેસુલ વિભાગમાં acb દ્વારા ૪ ટ્રેપ માર્ચ સુધી કરવામાં આવી હતી. જેમાં acb દ્વારા ૩ ડીકોઈ અર્થાત્ સામેથી કાર્યવાહી કરવામાં આવેલ, કુલ ૧૨ સામે કાર્યવાહી થયેલ, જેમાં ૬ ખાનગી વ્યકિતને પણ ઝડપી લેવામાં આવી છે : જોઇન્ટ ડાયરેકટર બિપીન આહિર અને જોઇન્ટ ડાયરેકટર મકરંદ ચૌહાણ વિગેરેનો સહયોગ મહત્ત્વનો બની રહ્યો છે

રાજકોટ તા. ૧૦ : રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી ખૂબ સારી યોજનાઓ લોકો સુધી પોંચે અને લોકોમાં સરકારની એક સારી છબી ઉપસ્થિત થાય તેવા અથાગ ઙ્કયાસો વચ્ચે લોકોને જેનો રોજબરોજનો સીધો સંપર્ક રહે છે તેવા વિભાગોમાં નાણાં આપ્યા વગર કોઈ કામ થતાં નથી, સરકારી યોજનાના ફોર્મનાં સામાન્ય વર્ગ પાસેથી ૨૦૦ -૨૦૦ રૂપિયા જે ગરીબ પરિવાર માટે ખૂબ મોટી રકમ છે તે ઉઘરાવવા સાથે બીજી તરફ નિયમનો ઉલાળયો કરી પોતાના કામ કરાવી લેવામાં માહિર લોકોને સામાન્ય લોકો પણ જાણતા હોવાથી ચિંતિત સરકારે સામાન્ય ્રજા માટે ખૂબ લાગણી ધરાવતા અને ભ્રષ્ટાચારીઓ માટે ખૂબ સખત આઇપીએસ તરીકે જાણીતા સિનિયર આઇપીએસ શમશેરસિંઘને ચાર્જ આપતા આખી પરિસ્થિત પર નિયંત્રણ કરવા આખી રણનીતિ ઘડી કાઢવામાં આવી જેના પરિણામ પણ મળી રહ્યા છે.                      

સોનામાં સુગંધ ભળે તેમ રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર એસીબી વડાને ભરપૂર સહયોગ આપી રહ્યા છે, કેટલાક ચોક્કસ વિભાગોનાં અઘિકારીઓની તપાસ યોગ્ય રીતે થાય તેમની મિલકતની તપાસ થાય, કેટલાક પડદા પાછળ રહી વહીવટદારની ભૂમિકા ભજવી રહ્યા અંગે પણ શમશેરસિંઘ તપાસ કરવા સાથે પોતાના જ વિભાગના અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરતા ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે, ઉચ્ચ અધિકારીઓ સામેની તપાસની મંજૂરી મળે તે માટે પણ તાજેતરમાં acb વડા અને મુખ્ય સચિવ વચ્ચે બેઠક થયેલ અને મુખ્ય સચીવનું વલણ ખૂબ સકારાત્મક હોવાની છાપ ઉપસ્થિત થયેલ છે, ગત વર્ષ દરમિયાન acb દ્વારા થયેલ કામગીરીની આંકડાકિય માહિતી પરિણામ કેવું છે તેનું દર્શન કરાવે છે.

પોલીસ તંત્ર સામેની લાંચ રૂશ્વતની ફરિયાદ અંતર્ગત ગત માર્ચ સુધીમાં ૧૭ ટ્રેપ કરી અને ૩ સામેથી છટકા ગોઠવી કાર્યવાહી કરી હતી, આ દરમિયાન ૧૦ ખાનગી વ્યકિત સાથે ૩૪ પોલીસ અધિકારી સ્ટાફ સામે કાર્યવાહી કરેલ છે

મહેસુલ વિભાગમાં acb દ્વારા ૪ ટ્રેપ માર્ચ સુધી કરવામાં આવી હતી. જેમાં acb દ્વારા ૩ ડીકોઈ અર્થાત્ સામેથી કાર્યવાહી કરવામાં આવેલ, કુલ ૧૨ સામે કાર્યવાહી થયેલ, જેમાં ૬ ખાનગી વ્યકિત હતી

આ કાર્યવાહીમાં જોઇન્ટ ડાયરેકટર બિપીન આહિર અને જોઇન્ટ ડિરેકટર મકરંદ ચૌહાણ દ્વારા જે સહયોગ પ્રાપ્ત થયો તે પણ ખૂબ સરાહનીય રહ્યો છે.

(5:46 pm IST)