Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

વડોદરામાં ૨૬૫૪ કરોડના લોન કૌભાંડમાં CBI બાદ ED અને IT દ્વારા ભરનાગર ગ્રુપ ઉપર દરોડા

વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ આવકવેરા અધિકારી તપાસમાં જોડાયા

રાજકોટ તા. ૧૦ : વડોદરામાં ડાયમંડ પાવર કંપની દ્વારા કથિત રૂ. ૨૬૫૪ કરોડના લોન કૌભાંડમાં સીબીઆઇ બાદ ઇડી અને આઇટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

સીબીઆઇ બાદ હવે ઇડીએ ૨૬૫૪ કરોડની લોન કૌભાંડના મામલે ડાયમંડ પાવર કંપની અને અમિત ભાટનાગરના નિવાસસ્થાન સહિતના સ્થળોએ દરોડા પાડ્યા છે. ગત ગુરૂવારે જ ડાયમંડ પાવરના એમ.ડી અને જોઇન્ટ એમ.ડી સામે ગુનો નોંધી સંચાલક અમિત ભટનાગરને ત્યાં દરોડા પાડી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારે હવે ઇડી અને આઇટી દરોડા પાડતા અમિત ભટનાગર પર વધુ સંકજો કસાયો છે.

ડાયમંડ પાવર કંપનીના સંચાલકો દ્વારા ૨૦૦૮થી ૧૧ બેન્કો (જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર) ના કન્સોર્ટિયમમાંથી ઉઠાવી લેવામાં આવ્યો હતો. કંપની અને તેના ડિરેકટરોએ કથિત રીતે કન્સોર્ટિયમ દ્વારા ક્રેડિટ સીમાના પ્રારંભિક મંજૂરીના સમયે આરબીઆઇની ડિફોલ્ટર્સ લિસ્ટ અને ઇસીજીસી સેશન્સ લિસ્ટમાં પહેલેથી જ હોવા છતાં ટર્મ લોન અને ક્રેડિટ સવલતો મેળવી હતી. આ મામલે વડોદરા શહેરના ઉદ્યોગપતિ અમિત ભટનાગરની કંપની અને તેના વૈભવી નિવાસ સ્થાને ઇડી અને આઇટીએ ૧૬ સ્થળે તપાસ હાથ ધરી છે. કંપનીની ગોરવા બીઆઇડીસીમાં આવેલી ઓફિસ અને સેવાસીમાં આવેલ અમિત ભટનાગરના રહેણાકના સ્થળ સહિત ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા.

(4:09 pm IST)