Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

પાલનપુરમાં યુવતીઓના ફેસબુક એકાઉન્ટ હેક કરીને પજવણી કરતો પાર્થિવ ચૌહાણની ધરપકડ

યુવતીઓની બીભત્સ તસ્વીરો બનાવી બ્લેકમેલ કરી અઘટિત માંગણી કરતો હતો:ફરિયાદના આધારે દબોચી લેવાયો

 

પાલનપુરમાં યુવતીઓના ફેસબુક એકાઉન્ટ હેક કરીને પજવણી કરતા પાર્થિવ ચૌહાણની એલસીબી પોલીસે ધરપકડ કરી છે. પાર્થિવ ચૌહાણ નામનો શખ્સ યુવતીઓના ફેસબુક એકાઉન્ટ હેક કરીને પાસવર્ડ જાણી લેતો હતો.અને બાદમાં યુવતીઓની બીભત્સ તસવીરો બનાવી તેમને બ્લેકમેલ કરી અઘટિત માગણીઓ કરતો હતો

   . ફરિયાદને આધારે પોલીસે ટેક્નિકલ બાબતોને સહારે પાર્થિવને દબોચી લઈને વધુ તપાસ હાથ ધરી છે. પાર્થિવે પાલનપુરની નવ જેટલી યુવતીઓ પાસે અઘટિત માગણી કરી હોવાનું બહાર આવ્યું છે. અગાઉ પણ એલસીબીને ત્રણ યુવતીઓના ફેસબુક એકાઉન્ટ હેક કર્યા હોવાની ફરિયાદો મળી હતી.

(10:09 pm IST)