Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ધો.૧થી૮ના ગરીબ વિદ્યાર્થીઓને ગણવેશ સહાયમાં રૂા-૩૦૦ વધ્યા

રાજકોટ, તા.૧૦:રાજય સરકારના સામાજિક ન્યાય અને  અધિકારિતા વિભાગે આથિક પછાત વર્ગના ધો. ૧થી૮માં ભણતા વિધાર્થીઓને અપાતી ગણવેશ સહાયમાં રૂા-૩૦૦ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અંગે વિભાગના સકેશન અધિકારી આર.એમ. ઘાંચીની સહાથી ૬ એપ્રિલ ૨૦૧૬ના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે હાલમાં રાજય સરકાર દ્વારા આર્થિક પછાત વર્ગના ધોરણ- ૧થી૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બે જોડ ગણવેશ માટે વાર્ષિક રૂ.૩૦૦/- રોકડ સહાય આપવામાં આવે છે. આજની પરિસ્થિતિમાં દિન-પ્રતિદિન મોંધવારીમાં વધારો થતો હોવાથી અને નબળી નાણાકીય પરિસ્થિતિને કારણે રાજયના આર્થિક પછાત વર્ગના ધોરણ-૧થી૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉતેજન મળે તેમજ ખાસ કરીને કન્યાઓને અધવચ્ચેથી શિક્ષણ છોડવું ન પડે તે માટે આ સહાયમાં વધારો કરાયો છે. રાજય સરકારના આર્થિક પછાત વર્ગના ધોરણ-૧થી૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી ગણવેશ માટેની પ્રવર્તમાન સહાયના દરમાં રૂ.૩૦૦/- નો વધારો કરવાની કુલ રૂ.૧૩૮૦.૦૦ લાખની નવી બાબતને નીચેની શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. આ સહાયની રકમમાં ૩ જોડી ગણવેશ આપવાના રહેશે.

(11:31 am IST)