Gujarati News

Gujarati News

News of Tuesday, 10th March 2020

મોડાસામાં ફાગણી પૂનમના દિવસે શામળાજીના દર્શનાર્થે હજારો ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું

મોડાસા:હોળીના પર્વની રંગારંગ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે સોમવાર ના રોજ ફાગણી પૂનમે સુપ્રસિધ્ધ યાત્રાધામ ખાતે ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટયા હતા.હાલ કોરોના વાયરસ અને વાયરલ ઈન્ફેકશનને લઈ ભક્તો ઉપર એન્ટી બેકટેરીયલ હળદર સાથે અબીલ ગુલાલ ની છોળો ઉડાડવામાં આવી હતી.

ફાગણી પૂનમે ભગવાન શ્રી કૃષ્ણ ના દર્શનનો અનેરો મહિમા હોઈ રાજયભરમાંથી ભક્તો યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી આવી પહોંચ્યા હતા.મંદિર પરિસર શ્રધ્ધાળુઓથી ઉભરાયું હતું.હોળીના તહેવાર ના દિવસે ભક્તો ભગવાન શામળીયાના  દર્શન કરી ભકતો ધન્ય બન્યા હતા.દિવસ દરમ્યાન ભગવાન કાળીયા ઠાકોરના અલગ અલગ મનોરથના દર્શન નો અનેરો લાભ શ્રધ્ધાળુઓ લીધો હતો.ભગવાન શામળીયાના દર્શન કરવા આવેલા ભક્તો કોરોના વાયરસ અને વાયરલ ઈન્ફેકશનની અસર થી દૂર રહે તે માટે સૌ પ્રથમવાર  મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો ઉપર અબીલ,ગુલાલ સાથે હળદર પણ ઉડાડવામાં આવી હતી. ભક્તો મંદિરમાંથી ઉડી રહેલ રંગો અને પાણીની છોળોને પોતાની ઉપર પડે તે ઘડી આવતાની સાથે ધન્યતા અનુભવતા હતા.આમ રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ ભગવાન શામળીયાના દર્શનાર્થે ઉમટયા હતા.ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી માનવ મહેરામણથી ઉભરાયું હતું.

 

(2:45 pm IST)