Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

વિડીયો : હાર્દિક પટેલની રાષ્ટ્રીય રાજકારણમાં સત્તાવાર એન્ટ્રીની ટ્વિટર ઉપર જાહેરાત : રાહુલ, સોનિયા, પ્રિયંકાની હાજરીમાં દબદબાપૂર્વક ૧૨ માર્ચના રોજ કોંગ્રેસનો 'હાથ' જાલવા સજ્જ : ૧૨મીએ સત્તાવાર કોંગીજન બની જશે

અમદાવાદ,તા, 10: આજે હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ છેકે છેલ્લા ઘણા દિવસોથી હાર્દિક કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. 

 હાર્દિક પટેલ જામનગર બેઠકપરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.લોકસભા ચૂંટણીની તારીખ આજે જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ હાર્દિકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

અમદાવાદમાં 12મીએ યોજાનાર કોંગ્રેસના કાર્યક્રમમાં  રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે, વધુમાં તેમણે જણાવ્યું કે જો કોઈ કાયદાકીય અડચણ નહી આવે તો હું ચોક્કસથી ચૂંટણી લડીશ.

(12:14 am IST)