Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

અબડાસા : વરાડિયા ગામે સગીરા પોલીસ સંભાળ્યો તપાસનો દોર : યુવકની હત્યા કરનાર ચાર શખ્સોની કરી ધરપકડ

અબડાસાના વરાડિયા ગામે ગત પાંચમી માર્ચે 17 વર્ષની કિશોરી અને 35 વર્ષના યુવકની થયેલી બેવડી કરપીણ હત્યાના બનાવનો ભેદ કોઠારા પોલીસ અને એલસીબીએ ગણતરીના ચાર દિવસમાં ઉકેલી નાખી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.બંનેની હત્યા આડાસંબંધના કારણે થઈ હતી.

ગત પાંચમી માર્ચના રોજ વરાડિયાના સીમાડે આવેલી વાડીની ઓરડીમાંથી રૂકસાના નામની કિશોરી અને ઈશાક આમધ મંધરા નામના યુવકની છરીના સંખ્યાબંધ ઘા મારી રહેંસી નખાયેલી લાશ મળી હતી. રૂકસાના નાનપણથી જ ફોઈ સારૂબેન સાથે રહેતી હતી.ડબલ મર્ડરના આ બનાવે વરાડિયા જ નહીં સમગ્ર કચ્છમાં ચકચાર સર્જી હતી. બનાવની તપાસમાં કોઠારા પોલીસ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ જોડાઈ હતી. પોલીસે તપાસનું ધ્યાન મોબાઈલ કૉલ ડીટેઈલ રેકોર્ડ પર કેન્દ્રીત કર્યું હતું. પોલીસે શકમંદોની સઘન પૂછતાછ હાથ ધરી અને સમગ્ર હત્યાકાંડનું ષડયંત્ર ખુલ્લું પડી ગયુ હતું.

હત્યાનો માસ્ટર માઈન્ડ મૃતક રૂકસાનાનો પિતરાઈ ભાઈ સુલેમાન હસણ મંધરા અને તેનો મિત્ર લતીફશા ઊર્ફે અધાયો કાસમશા પીરજાદા છે. રૂકસાના અને ઈશાક મંધરા વચ્ચે લાંબા સમયથી આડાસંબંધો હતા. અગાઉ આ મુદ્દે રૂકસાના અને સુલેમાન વચ્ચે માથાકૂટ પણ થયેલી હતી. છેવટે બંનેના આડાસંબંધોનો કાયમી અંત લાવવા માટે સુલેમાને લતીફશા સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.

(12:17 pm IST)