Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

રાજપીપળા પુરોહિત ગેસ્ટ હાઉસના મેનેજર વિરુદ્ધ ફરજ દરમિયાન જાહેરનામા ભંગ બદલ SOGએ ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા સબજેલ પાસે ચાલતા પુરોહિત હોટલ એન્ડ ગેસ્ટ હાઉસનાં મેનેજર  વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થતાં અન્ય હોટલ ગેસ્ટ હાઉસ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજી પીઆઇ કે.ડી.જાટની ફરિયાદ મુજબ રાજપીપળા સબજેલ પાસે આવેલા પુરોહિત હોટલ એન્ડ ગેસ્ટ હાઉસનાં મેનેજર વિજયભાઇ બચુભાઇ વસાવા( રહે .દેશમુખ ફળીયા,રાજપીપળા )એ ગેસ્ટ હાઉસનાં રીશેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કોમ્યુટરમાં નર્મદા જીલ્લા પોલીસ તરફથી વેબ ડિઝાઈન કરેલ પથિક સોફ્ટવેર ઈસ્ટોલ રાખવા અંગેનું જાહેર કરેલ અને જાહેરનામાનો અમલ કરવા સુચના હોવા છતા તેની ફરજ દરમિયાન પથિક સોફ્ટવેર અંગે કોઈ પ્રકારની અમલવારી નહી કરતા જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.

(10:24 pm IST)