Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કાલે 6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો સી.આર. પાટીલ-વિજયભાઇ રૂપાણી-નીતિનભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રજાના કામ કરવાના સંકલ્‍પ લેશેઃ ‘કમલમ્‌' ખાતેથી ચૂંટણી પ્રચાર સાહિત્‍ય જુદા-જુદા વિસ્‍તારોમાં રવાના

ગાંધીનગર: ભાજપ આવતીકાલથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સીધા ચૂંટણી પ્રચારમાં જોડાશે. મહાનગરપાલિકા માટેનો ચૂંટણી પ્રચારનો પ્રારંભ અમદાવાદથી થશે. ત્યારે આવતી કાલથી સરકારના મંત્રીઓ અને પ્રદેશ હોદ્દેદારો પણ પ્રચારના મેદાનમાં ઉતરશે. આ માટે સરકારના મંત્રીઓ, પ્રદેશ હોદ્દેદારોને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપાઈ છે.

આવતીકાલે તમામ ઉમેદવારો સંકલ્પ લેશે

આવતીકાલથી ભાજપના પ્રચાર અભિયાનની વિધિવત શરૂઆત થશે. તમામ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારો જનસંકલ્પ લેશે. પ્રજાના કામો કરવાનો તમામ ઉમેદવારો સંકલ્પ લેશે. અમદાવાદમાં કાંકરિયા ખાતે યોજાનાર  કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે. જેમાં તેઓ અમદાવાદના તમામ 192 ઉમેદવારોને જનસંકલ્પ લેવડાવશે. ભાજપ પ્રમુખ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર મહાનગરપાલિકામાં એક સાથે તમામ ઉમેદવારોને સંકલ્પ લેવડાવશે.

ઉમેદવારોને આપવાનું ચૂંટણી સાહિત્ય તૈયાર

તો બીજી તરફ, ભાજપના કમલમ કાર્યાલયથી ચૂંટણી સાહિત્ય જે તે મહાનગરપાલિકામાં ઉમેદવારો માટે રવાના થવાની શરૂઆત થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા મોટી સંખ્યામાં ચૂંટણી સાહિત્ય છાપામાં આવ્યું છે. ભાજપ તેના દરેક ઉમેદવારોને પોતાના વિસ્તાર માટે ચૂંટણી સાહિત્ય ભાજપ કાર્યાલયથી પૂરું પાડશે. ઉમેદવારે પોતાને જરૂરી ચૂંટણી સાહિત્ય મટીરીયલ પોતાની જરૂરિયાત પ્રમાણે નોંધાવવું પડશે, ત્યાર પછી તેનું વિતરણ કરાશે. આગામી બે દિવસમાં પ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારો અને ત્યાર પછી તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારોને ચૂંટણી મટીરિયલ પહોંચાડવાની વ્યવસ્થા કરવામા આવશે. આજે સવારે 13 ટેમ્પો રીક્ષામાં ચૂંટણી સાહિત્ય કમલમ પર લાવવામાં આવ્યુ છે. હાલ કમલમ કાર્યાલયના ભોયરામાં તમામ ચૂંટણી સાહિત્યના પાર્સલો મૂકવામાં આવ્યા છે.

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મંથન

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. જેમાં 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો, 81 નગરપાલિકાના ઉમેદવારો અંગે ચર્ચા પૂર્ણ થશે. બપોર બાદ ભાજપ ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ઉમેદવારોની પસંદગી માટે ભાજપ એ જ માપદંડો પર કામ કરશે, જે મહાનગરપાલિકામાં અપનાવ્યા છે. આવામાં જો પક્ષ પોતાનો નિયમ ન પાળે તો ભાજપમાં પણ નવાજૂની થઈ શકે છે. જે દાવેદારોને ટિકિટ ના મળે તો પક્ષાંતર કરવાના બદલે પક્ષમાં રહીને જ નિષ્ક્રિય રહેવા અથવા તો ઉમેદવારને નુકસાન કરી શકે એવી શક્યતા છે.

(4:52 pm IST)
  • કોંગ્રેસ પછી ભાજપે પણ થ્રી લાઇનનો વ્હીપ આપ્યો આજે સંસદમાં આખો દિવસ હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા ભાજપે તેના સંસદ સભ્યોને થ્રી લાઇન વ્હીપ આપેલ છે. access_time 10:16 am IST

  • મહારાષ્ટ્ર: થાણે (વેસ્ટ) ના મુલુંડ ચેક નાકા પાસે મોડેલ્લા કોલોનીમાં મોદી સાંજે ભયંકર આગ ફાટી નીકળી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન તંત્રે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી છે. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ થઈ નથી. access_time 9:15 pm IST

  • કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ સંપૂર્ણપણે કોરોના મુક્ત સંઘ પ્રદેશ બન્યા: સમગ્ર દેશમાં સૌથી વધુ રિકવરી રેટ સાથે સંઘ પ્રદેશ અગ્રેસર :દિવમાં પ્રવાસન શરૂ હોવા છતાં 100 ટકા રિકવરી રેટ : સંઘ પ્રદેશ વહીવટી તંત્રે નાગરિકોના સહયોગને બિરદાવ્યો access_time 12:00 pm IST