Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

અનામતના રોટેશનમાં હસ્તક્ષેપ કરવા હાઇકોર્ટનો ઇન્કાર: અરજી ફગાવી દીધી

ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલી રજૂઆત સ્વીકારવા પણ હાઈકોર્ટે ઇનકાર કર્યો

અમદાવાદ : અનામત માટેના રોટેશનની યોગ્ય અમલવારી નહીં થઈ રહી હોવાની ફરિયાદ સાથેની પિટિશન હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાલના તબક્કે અરજીઓ ટકવા પાત્ર નથી તેવી ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર તરફથી કરાયેલી રજૂઆત સ્વીકારવા પણ હાઈકોર્ટે ઇનકાર કર્યો છે ,

. હાઈકોર્ટે ઠેરવ્યું કે, અરજીઓ ટકવા પાત્ર છે અને હાલના તબક્કામાં અરજદારને બંધારણીય બાદ નડતો નથી. જો કે હાલના સંજોગોમાં અનામતના રોટેશનમાં હસ્તક્ષેપ કરવા હાઇકોર્ટે ઇનકાર કર્યો અને અરજદારોની અરજી ફગાવી દીધી.છે 

(1:22 pm IST)
  • મહારાષ્ટ્ર: થાણે (વેસ્ટ) ના મુલુંડ ચેક નાકા પાસે મોડેલ્લા કોલોનીમાં મોદી સાંજે ભયંકર આગ ફાટી નીકળી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન તંત્રે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી છે. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ થઈ નથી. access_time 9:15 pm IST

  • કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ સંપૂર્ણપણે કોરોના મુક્ત સંઘ પ્રદેશ બન્યા: સમગ્ર દેશમાં સૌથી વધુ રિકવરી રેટ સાથે સંઘ પ્રદેશ અગ્રેસર :દિવમાં પ્રવાસન શરૂ હોવા છતાં 100 ટકા રિકવરી રેટ : સંઘ પ્રદેશ વહીવટી તંત્રે નાગરિકોના સહયોગને બિરદાવ્યો access_time 12:00 pm IST

  • જહોન્સન એન્ડ જહોન્સનને ભારતમાં વેકિસન બનાવવી છે ભારતે કહ્યુ છે કે જહોન્સન એન્ડ જહોન્સન કંપની ભારતમાં તેની કોવિડ વેકસીનનું ઉત્પાદન કરવા માંગે છે access_time 10:15 am IST