Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

અમદાવાદ મનપાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ ઝંપલાવતા કોંગ્રેસે 12 વોર્ડમાંથી 24 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

ભાજપે એકપણ મુસ્લિમને ટીકીટ આપી નથી :કોંગ્રેસે મક્તમપુરા વોર્ડમાં આખી પેનલ મુસ્લિમોની ઉતારી

 

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. જયારે કોંગ્રેસે 12 વોર્ડમાંથી 24 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસમાંથી એક સાથે 24 ઉમેદવારો મેદાનમાં આવતા મુસ્લિમ વિસ્તારોમાં ખુશી જોવા મળી રહી છે. જો કે, મક્તમપુરા વોર્ડમાં આખી પેનલ મુસ્લિમોની ઉતારવામાં આવી છે

  અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ તમામ ઉમેદવારો દ્વારા પોત પોતાના વોર્ડમાં પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે અને મતદાતાઓને રિઝવવા માટે અવનવા પેંતરા પણ કરી રહ્યા છે. જો કે, વખતની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અસદ્દુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ઝંપલાવતા કોંગ્રેસની ચિંતામાં વધારે પણ જોવા મળી રહ્યો છે. AIMIMના અધ્યક્ષ અસદ્દુદ્દીન ઓવૈસી પ્રચાર માટે ગુજરાત પ્રવાસે પણ આવી ચૂક્યા છે, જેથી તેમના સ્વાગત માટે હજારોની સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા

વોર્ડનું નામ

ઉમેદવારનું નામ

શાહપુર

અકબર ભટ્ટી

દરિયાપુર

ઈમ્તિયાજ શેખ

 

સમીરા શેખ

સરસપુર-રખિયાલ

નવાઝ શેખ

ખાડિયા

શાહનવાઝ શેખ

 

રઝિયાબાનું શેખ

જમાલપુર

જુનેદ શેખ

 

અનવર બીસોરા

 

અઝરાઝબીન કાદરી

સરખેજ

અઝિઝ પટેલ

બહેરામપુરા વોર્ડ

કમરુદ્દીન પઠાણ

 

તસ્નીમઆલમ તિરમીઝી

 

નગમાબાનુ રંગરેજ

દાણીલીમડા

શહેઝાદ ખાન પઠાણ

 

સલીમ સાબુવાલા

મણિનગર

નરગીસ શેખ

ગોમતીપુર

ઈકબાલ શેખ

 

ઝુલ્ફિખાન પઠાણ

 

રુક્સાના બાનુ ઘાંચી

મક્તમપુરા 

હાજીભાઈ મિરઝા

 

સમીર ખાન પઠાણ

 

નીલમ દીવાન

 

રોશનબેન વોરા

વટવા

શાહિદ આફ્રિદી

જો કે, કોંગ્રેસના હાઈકમાન્ડે વખતે તમામ મુસ્લિમ વિસ્તારોમાં યુવા અને લોકો વચ્ચે કામ કરી રહેલા મુસ્લિમ ઉમેદવારોને ઉતાર્યા છે. જેથી કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહી છે. જયારે ઓવૈસી પ્રવાસને લઈ ઘણા એવા મુસ્લિમ વિસ્તારોમાં મત વિભાજન થશે. તેનાથી ભાજપ હાલ ખુશખુશાલ જોવા મળી રહી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ છેલ્લા કેટલા સમયથી મુસ્લિમ વિસ્તારોમાં કામ કરી રહી છે અને તે તમામ લોકોને કોંગ્રેસનું કામ કાજ ખબર છે. જેથી ઓવૈસીના આવવાથી વધારે ફરક પડશે નહીં. જો કે, AIMIMને પુરતા ઉમેદવાર મળતા તેઓએ 21 ઉમેદવારોથી સંતોષ માનવો પડ્યો છે. બીજી બાજુ ભાજપે 2012માં કર્યું હતુ તે વખતે પણ આપ અને AIMIMના ઉમેદવારોને લીધે પોતાને ફાયદો થશે તે ગણિત લઈને એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી.

 

 

(12:00 am IST)