Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સુરતમાં ગર્ભવતી હોમગાર્ડ મહિલાને પતિએ તરછોડી

પ્રેમલગ્ન કરતા પિતાએ તરછોડ્યા બાદ પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કરીને ઘેરથી કાઢી મૂકી : પતિ અને પરિવારના લોકો દ્વારા ગર્ભપાત કરાવવા દબાણ

સુરતમાં એક ગર્ભવતી હોમગાર્ડ મહિલાના પતિએ તેને તરોછોડી દીધી. જેના કારણે મહિલા કમિશ્નર પાસે ન્યાય માગવા આવી હતી. મહિલાના પતિએ તેની સાથે 2007માં પ્રેમ લગ્ન કર્યા હતા. તેમ છતા તેના પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કર્યા અને તેને તરછોડીને ઘરેથી કાઢી મૂંકી છે  વાત માત્ર એટલેથી નથી અટકતી કારણે મહિલાની એક 10 વર્ષની પુત્રી પણ છે અને તેના પિતાએ તેને પણ તરછોડી દીધી હતી .

   આ બાબતે ભોગ બનનાર મહિલાનું કહેવું છે કે તેનો પતિ અને પરિવારના લોકો ગર્ભપાત કરવા દબાણ કરી રહ્યા હતા. અને તેણે ગર્ભપાત ન કરાયો તેના કારણે તેને તરછોડી દીધી. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ પણ કરી તેમ છતા મહિલાને ન્યાય ન મળ્યો જેથી તે કમિશ્નર સમક્ષ પોતાની રજુઆત કરવા ગઈ હતી.

(12:26 am IST)