Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સાત લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું :અમદાવાદમાં અલગ -અલગ વિસ્તારમાં 10 નવી ફાયર ચોકી બનાવાશે

નારોલ-પીરાણા ખાતે નંદન ડેનિમ કંપનીમાં લાગેલી આગમાં 7 કારીગરોના મોત થયા હતા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધી રહેલી આગની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યુ છે. સાત કારીગરોના મોત બાદ તંત્રએ શહેરના અલગ-અલગ વિસ્તારમાં 10 નવી ફાયર ચોકી બનાવાનો નિર્ણય કર્યો છે. એએમસી તંત્રે 10 ચોકી માટે સ્થળ શોધવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ શહેરના નારોલ-પીરાણા ખાતે ચીરિપાલ ગૃપની નંદન ડેનિમ કંપનીમાં લાગેલી આગમાં 7 કારીગરોના મોત થયા છે. ત્યારે અનેક વિરોધ અને સ્વજનોના રોષ બાદ એએમસી તંત્ર હરક્તમાં આવ્યુ છે.

        અમદાવાદ ફાયર ચીફ ઓફિસર એમ એફ દસ્તુરે કહ્યું હતું કે શહેરમાં અત્યારે 16 ફાયર સ્ટેશન છે. જેમાં એક રી ડેવલપ થઇ રહ્યુ છે. અન્ય 3 નવા ફાયર સ્ટેશન નિર્માણ થઇ રહ્યા છે. ખાસ કરીને નરોડા જીઆઇડીસી, નિકોલ અને ઔડા વિસ્તારમાં ફાયર સ્ટેશન બની રહ્યા છે. ફાયર ચોકી બનાવા પાછળનું મુખ્ય ઉદેશ્ય ફાસ્ટ રિસ્પોન્સ મળી શકે .હાલ અમદાવાદ શહેરમાં ફાયર સ્ટેશન વચ્ચે 10 થી 17 કિમી અંતર છે. આથી શહેરમાં અલગ અલગ 10 ફાયર ચોકી બનાવવાનું આયોજન કરાયુ છે.

(9:39 pm IST)