Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ખોટા આદિવાસી પ્રમાણપત્રો મામલે રાજપીપળા ખાતે સમસ્ત આદિવાસી સંગઠને કલેકટરને આવેદન આપ્યું

સાચા આદિવાસી બચાવો સમિતિ”દ્વારા ધરણા પ્રદર્શન સાથે આંદોલન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગાધીનગર સત્યાગ્રહ છાવણીમાં ધરણા પર બેઠેલા સાચા આદિવાસીઓના સમૅથનમા આજે સમસ્ત આદિવાસી સંગઠન નમૅદાના બેનર હેઠળ ચાલો રાજપીપળા લડેગ,જીતેગે ના નારા સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો રેલી સ્વરૂપે કલેકટર કચેરી એ ઉમટી પડ્યા હતા.

 

  ગાંધીનગર ખાતે હાલ આદિવાસી ઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરતા લોકોને દૂર કરી સાચા આદિવાસીઓને ન્યાય આપવા “સાચા આદિવાસી બચાવો સમિતિ”દ્વારા ધરણા પ્રદર્શન સાથે આંદોલન ચલાવાઈ રહ્યું છે. જેને દિનપ્રતિદિન આદિવાસી સમાજનુ ભારે જન સમૅથન મળી રહ્યું છે ત્યારે આજે રાજપીપળા ખાતે પણ સમસ્ત આદિવાસી સંગઠન નમૅદા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કલેકટર નમૅદાને રજૂઆત કરીને ખોટા પ્રમાણપત્ર રદ કરી લીધેલા લાભો પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

  નર્મદા જિલ્લા આદિવાસી સંગઠન દ્વારા અપાયેલા આ આવેદનમાં જણાવ્યું હતું કે તા ૨૯-૧૦-૧૯૫૬ ના પ્રેસિડેન્ટલ ઓર્ડરથી ગીર,બરડો અને આલેચ વિસ્તારના નેસમાં રહેતા રબારી,ભરવાડ અને ચારણ જાતિઓનો અનુસૂચિત જન જાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે તો આ સિવાયના લોકોને રાજ્ય સરકાર દ્વારા અપાયેલ ખોટા પ્રમાણપત્રો રદ કરી લેનાર અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે

  ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018માં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર આપવા અને ખરાઈ કરવા કાયદો બનાવવામાં આવ્યો છે પરંતુ તેના નિયમો બનાવવામાં આવ્યા નથી તે તાત્કાલિક અસર થી બનાવવા ઉપરાંત રબારી-ભરવાડ અને ચારણ જાતિ ગીર, બરડો, અને આલેચ સિવાયના લોકો બક્ષીપંચમાં સમાવેશ છે તો તે માટે ભારત સરકારને દરખાસ્ત કરવામાં આવે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવેલ ગેરબંધારણીય તમામ ઠરાવો,પરિપત્રો મૂળ ઢાચામાથી રદ કરવામાં આવે ગીર, બરડા, આલેચના નેશ વિસ્તાર છોડી ને અન્ય જગ્યાએ સ્થળાંતર કરીને ગયેલા રબારી ,ભરવાડ અને ચારણ ને અનુસૂચિત જન જાતિનો દરજ્જો આપવા માટે રાજ્ય સરકારના ઠરાવોના આધારે રાજ્ય સરકારે ખોટા જાતીના દાખલા જાહેર સમારંભો કરીને આપેલા છે જે મહામહિમ રાષ્ટ્રપતિ ના તા.૨૯/૧૦/૧૯૫૬ના જાહેરનામાથી ઉપર વટ જઈ આપેલ છે જે રદ થવા જોઈએ અને આદિવાસી ના દાખલાના આધારે સરકારી નોકરીમાં લીધેલા સરકારી લાભો પણ રદ થવા જોઈએ તેવી રજુઆત કરવામા આવી છે.

(7:23 pm IST)