Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સુરત: હાઈટ ઓછી હોવાની દવાની અસર ન કરતા ટેંશનમાં આવી પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર

સુરત: શહેરમાં હાઈટ વધારવાની દવા પીધા છતાં કોઈ ફરક નહીં પડતા ટેન્શનમાં આવી સચિનની પરિણીતાએ આજે સવારે ઘરે ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. નવી સીવીલ હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ સચિનના ઉન પાટિયા ખાતે મગદુમ નગરમા રહેતી ૨૨ વર્ષીય આફરીન અનવર ખટીક આજે સવારે તેના પતિને સફાઈ કરવા માટે પ્રવાહી લઈને ઘરે આવ્યા હતા ત્યારે આફરીન ઘરમાં છતના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ચોંકી ગયા હતા.

       આફરીનના પરિવારના સભ્યો કહ્યું હતું કે આફરીન હાઈટ વધારવાની દવા પીતી હતી પણ તેને દવાનો કોઈ ફરક નહીં પડતા બે-ત્રણ દિવસથી માનસિક તાણ અનુભવતી હતી જેના લીધે તેમણે પગલું ભર્યું હોવાની શક્યતા છે તેને સંતાનમાં એક પુત્ર છે તેના પટ્ટી ફોટો સ્ટુડિયો ધરાવે છે અંગે સચીન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:16 pm IST)