Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

વડોદરામાં મેરી ઓન હોટેલના બાંધકામ દરમિયાન ઉંચેથી નીચે પડતા શ્રમજીવી મહિલાનું મોત

વડોદરા : વડોદરામાં એક ગમખ્વાર ઘટના બની છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બની રહેલી મેરીઓન નામની ભવ્ય હોટેલના બાંધકામ દરમિયાન ઉંચાઈથી એક શ્રમજીવી મહિલા નીચે પડકાતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ ઘટના પછી ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.

આ બનાવ પછી બનાવના સ્થળે રહેલા તમામ શ્રમજીવીઓ ભાગી ગયા હતા જેના કારણે તેનો મૃતદેહ કલાકો સુધી પડ્યો રહ્યો હતો. આ પછી કોન્ટ્રાક્ટર પર કામ બંધ કરાવીને રવાના થઈ ગયો હતો. આ મામલા પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં મહિલાનો મૃતદેહ ખસેડીને અંદર લઈ લેવામાં આવ્યો હતો.

(4:56 pm IST)