Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

રામ મંદિરનો ઐતિહાસિક ચૂકાદો સંભળાવનારા પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ ગુજરાતમાં: સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

વિઝિટર્સ બૂકમાં સંદેશો લખ્યો કે આ મારો જીવનનો આ સૌથી મહત્વનો દિવસ છે

અમદાવાદ : રામ મંદિરનો ચુકાદો સંભળાવનાર રિટાયર્ડ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તેમના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ આસપાસના કેકટસ ગાર્ડન, બટર ફ્લાઈ ગાર્ડનની મુલાકાત પણ લીધી હતી.

  ત્યારબાદ વિઝિટર્સ બૂકમાં એક સંદેશો લખ્યો. જેમાં તેમણે લખ્યું કે આ મારો જીવનનો આ સૌથી મહત્વનો દિવસ છે.આ દિવસે મને પ્રેરણા મળે છે કે નિવૃત થયા બાદ પણ ઉત્તમ દેશસેવા કરું. સરદાર પટેલે જે કાર્ય કર્યું જેનાથી ભારતને મહાન બનાવ્યું.સરદાર સાચા અર્થમાં એકતાના પ્રતીક છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું અને ઇતિહાસ જે બતાવ્યો છે તે સાચા અર્થમાં ગુજરાત રાજ્યની મોટી ઉપલબ્ધી છે.હું ગુજરાત રાજયને શુભેચ્છા આપું છું અને અભીનંદન પાઠવું છું.

(1:58 pm IST)