Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

કુદરતી સૌંદર્ય ધરાવતા નળ સરોવરને પર્યટક સ્થળ તરીકે વિકસાવામાં વહીવટી તંત્ર નિષ્ફળ

રજૂઆતો માત્ર કાને ધરાય છે પરંતુ કોઈ કામગીરી નહિ થતી હોવાનો આક્ષેપ

અમદાવાદ નજીક કુદરતી સૌંદર્ય અને પક્ષીઓને નિહાળવા માટેનું અદભૂત સ્થળ જો કોઇ હોય તો તે નળ સરોવર છે. પરંતુ અહીં આવતા પર્યટકોને કોઈ સારી સુખ સુવિધા મળી રહે કે અહીંના સ્થાનિકોને પર્યટકોથી સારો વેપાર રોજગાર મળે તેવી કોઇ કામગીરી ન કરાતી હોવાનો સ્થાનિક ધારાસભ્યનો આક્ષેપ છે.

   અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે દર વર્ષે જિલ્લા પર્યટક વિકાસ સમિતિની બેઠક અને દર મહિને સંકલનની બેઠક યોજાતી હોય છે. આ બેઠકમાં દર વખતે વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ તેમના વિસ્તારમાં આવેલી નળ સરોવરને પર્યટન સ્થળ તરીકે વિકસીત કરાઇ તેવી રજૂઆત કરે છે. પરંતુ તેમની રજુઆતને માત્ર સાંભળવવામાં આવે છે.

   આ રજૂઆત પર કોઇ કામગીરી કરાતી નથી. દર વર્ષે જિલ્લામાં ત્રણ પર્યટક વિકાસ માટે પ્રવાસન કમિટી દ્વારા 10 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સાથે દર વર્ષે નળસરોવરને ડેવલોપ કરવાની રજુઆત પણ કરાઇ છે. પરંતુ અત્યાર સુધીમાં નળસરોવરને ડેવલપ કરવા માટે કોઇ નક્કર કામગીરી કરાઇ નથી.તેવા આક્ષેપ થઇ રહ્યાં

(9:44 pm IST)