Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વડોદરા:વાસણા રોડ નજીક ઘર પાસે ડી જે વગાડવાની બાબતે બે ભાઈઓએ યુવાન પર હુમલો કરતા મામલો બિચક્યો

વડોદરા : વાસણારોડ પર પોતાના ઘરની નજીકમાં આવેલી  સોસાયટીમાં વાગતા ડી.જે.જોવા ગયેલા યુવાનને બે ભાઇઓએ માર માર્યો  હતો.જે અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

વાસણારોડ બીનાનગર પાસે ફિરોઝનગરમાં રહેતો જુનેદ મહંમદભાઇ પટેલ હોટલમાં નોકરી કરે છે.તેણે જે.પી.રોડ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે મારા બનેવી ઝાકીર  પટેલે ફોન કરીને જાણ કરી હતી કે,તારો ભાણેજ સાહિદ  રાતે આશિયાના નગરમાં ડી.જે.વાગતુ હોય,તે જોવા ગયો હતો.તે સમયે ત્યાં રહેતા બે છોકરાએ તારા ભાણેજ સાથે ઝઘડો કરી માર માર્યો છે.જેથી,હું મારી બાઇક લઇને મારા બનેવીના ઘરે ગયો હતો.મારા ભાણેજે મને  કહ્યુ હતું  કે,હુમલાખોરોએ તું કેમ અમારી સોસાયટીમાં આવ્યો છે ? તેમ કહીને ઝઘડો કર્યો હતો. મારા ભાણેજને લઇને હુમલાખોરોની તપાસ માટે નીકળ્યા હતા.અમને જાણ થઇ હતી કે,સાહિલ સીંધી અને તેના ભાઇ આદિલે ઝઘડો કર્યો હતો.અમે તેઓને સમજાવવા જતા તેઓએ ઉશ્કેરાઇને મને  ગાળો બોલી માર માર્યો હતો.ત્યાં હાજર લોકોએ મને છોડાવ્યો હતો.આદિલે નજીકમાં પડેલી ઇંટનો ટૂકડો  હાથમાં લઇને મને ડાબા કાનના ઉપરના ભાગે મારી ઇજા પહોંચાડી હતી.

(5:50 pm IST)