Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

સુરતમાં મહિલા TRBનો વીડિયો વાયરલ ટેમ્પો ચાલક પાસેથી હપ્તો લીધાનો આક્ષેપ

ટેમ્પો ચાલક પાસેથી હપ્તાની વસૂલી : બાદમાં અન્ય એક રીક્ષા ચાલક આવે છે.

સુરત: સુરતમાં મહિલા TRB સફેદ કલરના ટેમ્પો ચાલકને રોકે છે. બાદમાં દાદાગીરી કરી ટેમ્પો ચાલક પાસેથી હપ્તાની વસૂલી કરી રહી છે. બાદમાં અન્ય એક રીક્ષા ચાલક આવે છે. તેને પણ રોકવામાં આવે છે અને તેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી છે. દાવો કરવામાં આવે છે કે આ વાયરલ વીડિયો સુરતના ભાઠેના સમ્રાટ સ્કૂલ પાસેનો છે.

ભૂતકાળમાં ટેમ્પો ચાલક પાસે હપ્તા લેવાના અનેક વીડિયો વાઇરલ થયા છે જોકે તેમાં પુરુષ ટીઆરબી જવાન રૂપિયા લેતા વીડિયો વાઇરલ થયા છે પણ આ વખતે મહિલા ટીઆરબી જવાન ટેમ્પો ચાલક પાસે રૂપિયા લેતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. જોકે સુરતના ભાથેના વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા ટેમ્પો ચાલક પાસે રૂપિયા લેતા હોવાનો આ વીડિયો જાગૃત નાગરિક દ્વારા ઉતારી તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે.

જોકે આ વીડિયો વાઇરલ થતા સુરત ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારી દોડતા થયા છે. વીડિયો સામે આવતા ફરી એક વાર ટીઆરબી જવાનો વિવાદમાં આવતા આ મહિલા જવાન વિરુદ્ધ તાત્કાલિક અધિકારીઓ દ્વારા તપાસ આદેશ આપવામાં આવ્યા છે.

(5:47 pm IST)