Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ચંડીસર નજીક વિદેશી દારુ ભરેલી ઈનોવા કાર ઝડપાઇ : 156 બોટલ સાથે બે શખ્શો પકડાયા

પાલનપુરના ચંડીસર નજીક વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર સાથે 4,40 લાખના મુદ્દામાલસ સાથે બે શખ્શો ઝડપી લેવાયા છે

 આ અંગેની વિગત મુજબ પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમા ભુજ રેન્જ આઈ જી ની સુચના ના આધારે આર આર સેલ ની ટીમ પ્રેટ્રોલીંગમા હતી દરમિયાનઆર આર સેલ ના હેડ કોન્સ. નરપતસિંહ અને અ. હેકો. મહેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે એસઆરપી કેમ્પ તરફથી આવતી ઈનોવા કારને ઉભી રખાવી તપાસ કરતા તેની સીટના ભાગેથી અને ડેકીમાથી ભારતીય બનાવટ ના વિદેશી દારુ અને બીયર ની ૧૫૬ બોટલ જેની કિંમત ૪૦૮૦૦ તથા ઈનોવા કાર ની કિંમત ૪ લાખ કુલ મળી ૪ ,4૦, ૮૦૦ નો મુદામાલ કબજે લઈ બે ઈસમો ને ઝડપી લીધા હતા

 ગાડી નો ચાલક પ્રકાશ પરષોતમભાઈ પટેલ ( રહે. ધોળાકુવા તા. માણસા) અને બીજો દુધાભાઈ હીરાભાઈ ભરવાડ (રહે. રબારી કોલોની અમદાવાદ )વાળા વિરુધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી છે.

(10:58 pm IST)