Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ગુલબર્ગ હત્યા કાંડ મામલો: એક મહિનામાં પેપર તૈયાર કરી રજૂ કરવાનો હાઇકોર્ટનો આદેશ

છેલ્લા 10 વર્ષથી આરોપીઓ જેલમાં બંદ છે અને તેમની અપીલ હજી સુધીમાં આપવામાં આવી નથી

 

અમદાવાદ: હાઇકોર્ટે વહીવટી વિભાગને હુકમ આપીને સ્પષ્ટ જણાવ્યું છે કે, અપીલ માટેના પેપર ચાર સપ્તાહમાં તૈયાર કરીને તેને કોર્ટની સમક્ષ રજુ કરવામાં આવે. વર્ષ 2016માં વિશેષ કોર્ટના ચુકાદા સામે આરોપીઓએ કરેલી અપીલને ટોપ પ્રાયોરિટી આપવામાં આવશે તેવું કોર્ટે હુકમમાં આદેશ આપ્યું હતું.

  હાઇકોર્ટના જસ્ટિસ જે બી પારડી વાળા અને જસ્ટિસ પી રાવની ખંડપીઠ દ્વારા એક મહત્વનો હુકમ આપવામાં આવ્યું હતું. કોર્ટના હુકમનું તત્કાલીન અમલ કરીને પેપર ત્યાર કરવામાં આવે તેવું હાઇકોર્ટે વહીવટી વિભાગને આદેશ આપ્યો હતો.

  છેલ્લા 10 વર્ષથી આરોપીઓ જેલમાં બંદ છે અને તેમની અપીલ હજી સુધીમાં આપવામાં નથી આવી તેવું હાઇકોર્ટનું કહેવું છે. તેમજ તેમને પ્રાયોરિટી પણ આપવામાં આવે તેવું કોર્ટના હુકમમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું.

  કેસમાં અગાઉ કોર્ટે અમુક દોષીતોને આજીવન કેદની સજા અને અમુકને 10 વર્ષની સજા ફટકારી હતી. જ્યારે પીડિત પક્ષે નિર્દોષ છૂટેલા આરોપીઓને સજા થાય તે માટેની માંગ કરી હતી. હવે કેસની વધુ સુનવણી 1 મહિના બાદ હાથ ધરાવશે.

(9:49 pm IST)