Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

પેટ્રોલિંગમાં નીકળેલ ખેડા પોલીસે કઠલાલ ચોકડીએથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

ખેડા: શહેરમાં પેટ્રોલીંગમાં નીકળેલી એસઓજી ખેડા પોલીસને માહિતી મળતા કઠલાલ ચોકડી ઉપર વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન સેવાલિયા તેમજ ચકલાસી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી મહોબતસિંહ ઉર્ફે વિક્રમ રાઠોડ નેનસિંહ રાવ (બારોટ) (રે. સાંચોર, જિ. ઝાલોર, રાજસ્થાન) આવી પહોંચતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ અર્થે જે તે પોલીસ સ્ટેશને સોંપવાની કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:30 pm IST)