Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

માતર તાલુકાના મહેલજમાં નજીવી બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: બને પક્ષોએ સામસામી મારામારી કરતા ગંભીર ઈજાઓ

માતર: તાલુકાના મહેલજમાં છોકરા બાબતના ઝઘડામાં મલેક અને પઠાણ વચ્ચે ઝઘડો થયો હતો. આ બનાવ અંગે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર તાલુકાના મહેલજમાં રહેતા જૈનુદીન રસુલમીયાં મલેક અને દરીયાવખાન જનુખાન પઠાણ વચ્ચે છોકરાઓ બાબતે ઝઘડો થયો હતો. જેમાં જૈનુદીન મલેક ઠપકો આપવા જતા દરીયાવખાને ગમે તેમ ગાળો બોલતા મારામારી થઈ હતી. આ ઝઘડામાં દરિયાવખાન પઠાણે જૈનુદીન મલેકને માથામાં ધારીયું મારી ઈજા કરી હતી. 

આ બનાવ અંગે જૈનુદીન રસુલમીયાં મલેકની ફરિયાદ આધારે માતર પોલીસે દરીયાવખાન જનુખાન પઠાણ, શાહરૂખખાન દરીયાવખાન પઠાણ તેમજ હુશેન પીરખાન પઠાણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સામા પક્ષે હુશેનમીયાં પીરખાન પઠાણની ફરિયાદ આધારે જૈનુદીન રસુલમીયાં મલેક, મકબુલમીયાં રસુલમીયાં રૂકનુદીન જૈનુમીયાં તેમજ સોએબમીયાં દાદમીયાં મલેક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:29 pm IST)