Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

સુરતમાં આરટીઓ કચેરીની બહાર આડેધડ દબાણો હટાવવા પોલીસનો કાફલો પહોંચ્યો

સુરત: શહેરના પાલ સ્થિત આરટીઓ કચેરીની બહાર વાહનો અને લારી ખુમચાવાળાઓના આડેધડ કરાયેલા દબાણની સામે શહેર ટ્રાફિક પોલીસે આજે લાલ આંખ કરી હતી. ક્રેઇન સાથે આવી પહોંચેલી ટ્રાફિક પોલીસે કચેરીની બહાર ઊભેલા વાહનો અને લારીઓ ઉઠાવવાનું ચાલુ કરી દીધું હતું. ફૂટપાથ અને  સવસ રોડ પરનો આખો વિસ્તાર ખુલ્લો કરી દીધો હતો. પાકગ ઝોનમાંથી પણ વાહનો ઉઠાવવાનું શરૂ કરતાં વાહન માલિકો ગુસ્સે પણ થયા હતા. પોલીસની આ કામગીરીને કારણે સન્નાટો છવાઇ ગયો હતો. જોકે પોલીસ આજે કોઈને ગાંઠી નહોતી.

(5:25 pm IST)