Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

વડોદરાનો ચર્ચિત કિસ્સો: ડોકટરે મહિલાનું સીઝીરીયન કરી બેદરકારી દાખવી: પેટમાંજ ભૂલી ગયા 3 સર્જીકલ પેડ

વડોદરા: શહેરમાં ડોક્ટરની એક ભૂલ દર્દી માટે જીવનું જોખમ બની જતુ હોય છે. ઓપરેશન દરમિયાન ડોક્ટરો દર્દીના પેટમાં સર્જિકલ સાધનો ભૂલી જતા હોવાના કિસ્સાઓમાં વધુ એક કિસ્સાનો ઉમેરો થયો છે. આ કિસ્સો લુણાવાડાની આરોહી હોસ્પિટલમાં બન્યો છે. અહી દાખલ એક પ્રસુતાના સિઝેરિય ઓપરેશન દરમિયાન ડોક્ટરો મહિલાના પેટમાં સર્જિકલ પેડ ભુલી ગયા હતા જેના કારણે મહિલાની તબીયત લથડતા વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં ડોક્ટરોએ ઓપરેશન કરીને આ પેડ બહાર કાઢીને મહિલાનો જીવ બચાવ્યો છે.

આ ઘટનાની નોંધાયેલી ફરિયાદ એવી છે કે મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા પાદડી ગામે રહેતા જયંતી ખાંટ (ઉ.૩૩)ની પત્ની ગીતા (ઉ.૩૦) ગર્ભવતી હતી અને ૯મો મહીનો ચાલતો હોવાથી તા.૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ તેઓ લુણાવાડા ખાતે આવેલી સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે તપાસ માટે ગયા હતા. કોટેજ હોસ્પિટલના ડોક્ટરે તેઓને લુણાવાડાની ખાનગી હોસ્પિટલ આરોહી હોસ્પિટલમાં મોકલી દીધા હતા.. 

(5:22 pm IST)