Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

બાયજુસએ ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૧૫ લાખ વિદ્યાર્થીઓ ઉમેર્યા

અમદાવાદ : ભારતની સૌથી મોટી એજ્યુકેશન કંપની અને દેશની સૌથી લોકપ્રિય અને પર્સનલાઈઝડ સ્કુલ લર્નીંગ એપ બાયજુસ એ આજે ગુજરાતમાં સ્ટુડન્ટ કનેકટ સેન્ટર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં નવરંગપુરા, સુરતમાં મજુરા ગેટ અને રાજકોટમાં ઉદ્યોગનગર ખાતે આવેલા સમર્પિત કેન્દ્રોને કારણે કંપનીને રાજયમાં તેના નેટવર્કના વિસ્તરણમાં મદદ મળશે અને વિદ્યાર્થીઓ ઉપરાંત પેરેન્ટ્સને બાયજુસના પર્સનલાઈઝ લર્નીંગ પ્રોગ્રામ્સની અસર સમજવામાં મદદ મળશે. બાયજુસના નિષ્ણાંતોની ટીમ કોઈપણ વિદ્યાર્થીઓના ઘરે તેની વિનંતીથી એપનું ડેમોસ્ટ્રેશન કરશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બાયજુસના નિષ્ણાંતો સાથે સેશન નક્કી કરવા ૦૯૨૪૩૫ ૦૦૪૫૭ પર કોલ કરી શકે છે.

૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતુ ગુજરાત ભારતમાં બાયજુસના ઝડપથી વૃદ્ધિ કરી રહેલા રાજયોમાંનુ એક છે. રસપ્રદ વાત એ છે કે તાજેતરમાં મહિનાઓમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા ટોચની કામગીરી કરતા શહેરોની સરખામણીમાં નવસારી, જૂનાગઢ અને જામનગર જેવા નાના જિલ્લાઓમાં એડોપ્શન રેટ ઉંચો રહ્યો છે. ભારતમાં સૌથી મોટા ઈન્ટીગ્રેટેડ સ્કુલ કિવઝ શો - ડિસ્કવરી સ્કુલ સુપર લીગ પાવર્ડ બાય બાયજુસમાં સૌથી વધુ ગુજરાતના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

(3:43 pm IST)