Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

એકઝેલ ઈનોવેશન્સ વર્લ્ડવાઈડ દ્વારા પાંખીયા વગરની 'સીલીંગ ફેન' બજારમાં

અમદાવાદ : એકઝેલ ઈનોવેશન્સ વર્લ્ડવાઈઝ ચેન્નાઈએ ગુજરાતમાં તેની પ્રિમીયમ પ્રોડકટ વિશ્વના એકમાત્ર પાંખીયા વગરના સીલીંગ ફેનની રજૂઆત કરી છે. ચેન્નાઈના સિમાડે શ્રિ પેરામ્બુદુરમાં ફેકટરીની સ્થાપના કરીને ત્યાં ભારતના સૌપ્રથમ પાંખીયા વગરના સીલીંગ ફેનનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પ્રિમીયમ પ્રોડકટ જે ઈએફ૩૪ બ્લેડલેસ સીલીંગ ફેન તરીકે ઓળખાય છે. તે કાર્યક્ષમતાપૂર્વક ઘર અને વાણિજ્યીક એકમોમાં આરામદાયક પુરવાર થશે. આ એકમ એકઝેલ ફેન્સ એલએલસી યુએસએ સાથેનું સંયુકત સાહસ છે.

આ ફલેગશીપ ઈએફ૩૪ બ્લેડલેસ સીલીંગ ફેનએ એક માત્ર એવો સીલીંગ ફેન છે કે જે સમગ્ર ખંડમાં હવા પ્રસરાવે છે. આ ક્ષમતા એકઝેલ ફેનની સીનીંગ ડીસ્ક બહારની તરફ ૩૬૦ ડિગ્રીથી ફરતી હોવાના કારણે પ્રાપ્ત થાય છે. હવાની આ હેરફેરને કારણે સેન્ટ્રલ વોરટેક્ષ પેદા થાય છે. છત ઉપર અને દિવાલો સહિત સમગ્ર ખંડમાં હવા પ્રસરાવે છે. હવાની આ અવર જવરને કારણે ફલોરથી સીલીંગ સુધી અને વોલ ટુ વોલ સુધી સંપૂર્ણ ટેમ્પરેચર સ્ટેબીલીટી પ્રાપ્ત થાય છે.

(3:42 pm IST)