Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

સુરત રિંગરોડ પર માર્કેટમાંથી કરોડોના કાપડચોરી મામલે વેપારીઓનો હોબાળો

સિક્યોરીટી ગાર્ડની મિલીભગતથી ડુપ્લીકેટ ચાવી બનવીને કાપડની ચોરી કરાયાનો આરોપ

સુરતમાં રિંગ રોડ પર રાધે કૃષ્ણ ટેક્સટાઈલ માર્કેટમાંથી કરોડો રૂપિયાની કાપડની ચોરી મામલે વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો સિક્યોરીટી ગાર્ડની મિલીભગતથી દુકાનમાંથી ડુપ્લીકેટ ચાવી બનવીને કાપડની ચોરી કરાઈ હોવાનો આરોપ વેપારીઓએ લગાવ્યો છે. વેપારીઓએ દુકાનો બંધ કરીને સિક્યોરિટી એજન્સી માટે રોષ ઠાલવ્યો છે.

  સલાબતપુરા પોલીસ અને ટેક્સટાઈલ બ્રિગેડના સભ્યોએ મળીને આશરે 1 કરોડની આશપાસનો ચોરીનો મુદ્દામાલ ઝડપ્યો હતો. જેમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અને પૂર્વ સિક્યોરિટી ગાર્ડની સંડોવણી બહાર આવી હતી. પોલીસે આ મામલે 5 લોકોની અટકાયત કરીને 80 લાખ સુધીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

(2:03 pm IST)