Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

વાઇબ્રન્ટ સમિટમાં રેકોર્ડબ્રેક MOU થવાની ધારણા :સંખ્યા 28 હજારે પહોંચશે

2017ની વાઈબ્રન્ટમાં 25,575 MoU થયા હતા :અત્યાર સુધીમાં 25 હજારથી વધુ રજીસ્ટ્રેશન થઇ ગયા

અમદાવાદ :આગામી 18, 19, અને 20મી જાન્યુઆરીએ યોજાનારા વાઇબ્રન્ટ સમિટમાં અત્યાર સુધીના MoUમાં આ વખતે સૌથી વધુ MoU થાય તેવી ધારણા છે સચિવાલય માં વાઇબ્રન્ટના MoUનું કામ સંભાળતા ઉચ્ચ અધિકારી જણાવે છે કે, 2017ની વાઈબ્રન્ટમાં 25,575 MoU થયા હતા જ્યારે આ વખતે આ સંખ્યા 28 હજાર થી વધુ ની હશે.

 વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે તેમજ MoU કરવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. આ રજીસ્ટ્રેશન 14મી જાન્યુઆરી સુધી ચાલશે રખાશે. આજે એટલે કે 9મી જાન્યુઆરી સુધીમાં MoUની સંખ્યા 25 હજારને પાર કરી ગઇ છે. સરકારે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે કે, એવી ઇન્ડસ્ટ્રીઓને પ્રાથમિકતા આપી કે જ્યાં લેટેસ્ટ ટેકનોલોજી તેમજ મહત્તમ રોજગારી આપી શકવાની ક્ષમતા હોય 500 કરોડથી વધુ રકમના MoU થવાના છે તેમાં ખાસ કરીને ફાર્મા સેક્ટર તથા પેટ્રોકેમિકલ્સ નો સમાવેશ થાય છે.

   ઉપરાંત એન્જિનિયરિંગ અને એનર્જી સેક્ટરમાં પણ ખૂબ જ મોટી રકમના MoU થશે કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી જાન્યુઆરીએ આવી જશે. તેઓ દિવસ દરમિયાન આધુનિક બનેલી વી.એસ. હોસ્પિટલનું લોકાર્પણ કરશે તેમજ વાઇબ્રન્ટ અંતર્ગત ઉભા કરાયેલા શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મૂકશે ત્યારબાદ સાંજે ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જઈને ગ્લોબલ ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કરશે ત્યાર બાદ બીજે દિવસે એટલે કે 18મી જાન્યુઆરીએ સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે

(1:18 pm IST)