Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

સુરતના 53 વર્ષીય દોડવીરે સાપુતારાના જંગલમાં 161 કી,મી, ની દોડ કરી પૂર્ણ

લાંબી દોડ લગાવનાર પ્રથમ સુરતી સિનિયર દોડવીર બન્યા

સુરતનાં ૫૩ વર્ષીય દોડવીરે સાપુતારાના જંગલમાં ૧૬૧ કિમીની દોડ પુરી કરી છે. આટલી લાંબી દોડનાર તેઓ પ્રથમ સુરતી સિનિયર દોડવીર બની ગયા છે. સાપુતારાનાં જંગલ અને પહાડી વિસ્તારમાં ૩૨ કલાકમાં તેમણે આ દોડ પુરી કરી હતી.જ્યારે બારડોલીના ૩૮ વર્ષીય સમીર કાવાણીએ ૩૧ કલાકમાં આ દોડ પુરી કરી હતી.

  સાપુતારાની પહાડીઓ, આહવા અને ડાંગ જંગલના વિવિધ વિસ્તારોને આવરી લેતી સમીટ અલ્ટ્રા રેસ છેલ્લા ચાર વર્ષથી યોજાય છે.આ વર્ષે ૪.૦ સમીટમાં આ વર્ષે ૨૭થી ૩૦ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન યોજાયેલી સમીટ ૪.૦માં ૨૫, ૫૦, ૧૦૦, ૧૬૧ અને ૨૨૦ કિમીની દોડ રાખવામાં આવી હતી

 . વિવિધ કેટેગરીમાં દેશભરના લગભગ ૧૫૦ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. પહાડો ઉપર યોજાયેલી ૧૬૧ કિમી લાંબી દોડમાં જેમાં અંદાજે ૧૦ હજાર ફૂટનું એલીવેશન હોય છે. સુરતી રનર્સ ગૃપ છેલ્લાં ચાર વર્ષથી સમીટ અલ્ટ્રા તરીકે આ રેસનું આયોજન કરે છે.

(1:14 pm IST)