Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

વાઇબ્રન્ટ સમિટ બાદ 30મીએ ફરીવાર ગુજરાત આવશે વડાપ્રધાન મોદી

દાંડીમાં 72 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું કરશે લોકાર્પણ

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે 17 અને 18 જાન્યુઆરીએ ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારબાદ વડાપ્રધાન મોદી ૩૦મી જાન્યુઆરીએ ફરીથી ગુજરાત આવશે.

  અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને સ્વતંત્રતા અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. ૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે ચપટી મીઠું ઉપાડી મીઠાના સત્યાગ્રહનું આંદોલન કર્યું હતું. ગાંધીજીની અંગ્રેજો સામેની આ કૂચ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.

  કેન્દ્ર ર સરકાર દ્વારા આ ઐતિહાસિક સ્થળ દાંડી ખાતે મહાત્મા ગાંધીજીનું સ્મરણ જળવાઈ રહે તે માટે સ્થળને વિકસાવવાનો નિર્ણય કરાયો છે. જેના ભાગરૂપે નવસારીથી લગભગ 20 કિલોમીટર દૂર દાંડી ખાતે કેન્દ્ર સરકારે 72 કરોડથી વધુના ખર્ચે અહીં મહાત્મા ગાંધીની પ્રતિમાનું તળાવ અને ગાંધીજીના આબેહૂબ ચિત્ર સાથેની વિશાળ ગેલેરી બનાવી છે. પ્રધાનમંત્રી મોદી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

(1:07 pm IST)