Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

લુણાવાડાની મહિલાને પેટમા દુખાવો ઉપડતા વડોદરા સયાજી હોસ્પિટલમાં લવાઈ:પેટમાંથી નીકળ્યો કોટનનો ટુકડો :કરૂણમોત

લુણાવાડામાં પ્રસુતિના ઓપરેશન વેળાએ તબીબ કોટનનો ટુકડો ભૂલી ગયા જેનું ઇન્ફેક્શન લાગતા દુખાવો ઉપડ્યો

Alternative text - include a link to the PDF!

વડોદરાની સયાજી હોસ્પિટલમાં લુણાવાડાની એક મહિલાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા સારવાર માટે દાખલ કરાઈ હતી જોકે મહિલાની સારવાર પહેલાં તેનું મોત નીપજ્યું હતું. તબીબોની ચકાસણીમાં જાણવા મળ્યું હતું કે થોડા સમય પહેલા પ્રસુતિ સમયે લુણાવાડાના એક તબીબે મહિલાના પેટમાં જ કોટનનો ટુકડો છોડી દીધો હતો જેના કારણે મહિલા પીડાતી હતી. અને યોગ્ય સમયે સારવાર નહીં મળતા મહિલાનું મોત નીપજ્યું હતું.

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં લવાયેલ આ મહિલાને તપાસતા તેના પેટમાં ઓપરેશન સમયે કોટનનો ટુકડો રહી ગયો હતો. જેના કારણે ઇન્ફેક્શન થયું હતું. મહિલાનું થોડા સમય પહેલા લુણાવાડા ની આરોહી હોસ્પિટલમાં પ્રસુતિનું ઓપરેશન કરાવ્યું હતું. તે સમયે હોસ્પિટલના તબીબ શૈલા ભુરિયાએ ઓપરેશન બાદ મહિલાના પેટમાં જ કોટન નો ટુકડો છોડી દીધો હતો.

  ગીતાબેન ખાંટ નામની આ મહિલાને દુખાવો અસહ્ય થતા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેના પેટમાં કોટન ના ટુકડાને કારણે ઇન્ફેક્શન થયું હોવાનું માલુમ પડ્યું હતું. મહિલાને યોગ્ય સારવાર નહીં મળતા સયાજી હોસ્પિટલમાં જ મોત નીપજ્યું હતું. આ અંગે સયાજી હોસ્પિટલના હાજર એમ.એલ.ઓ એ પરિવારજનોને જાણ કરી હતી. જ્યારે તબીબ વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ નોંધાવની તજવીજ હાથ ધરી છે .

(12:15 pm IST)