Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

અમદાવાદના સ્ત્રીરોગ નિષ્ણાંત (સુપ્રિ.) વર્ગ-૧ ડો. કમલેશ રામને એસીબી રીપોર્ટ આધારે ફરજમોકુફ કરાયા : ફરીયાદી પાસે વેતન બીલમાં સહી કરવા ૮ હજાર માગી સ્વીકારવાના આરોપનો પડઘો

રાજકોટ :  અમદાવાદ (બાવળા) ના  કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં  ગાયનેક ડો. તરીકે પાર્ટ ટાઇમ સેવા આપતા  ડો. કમલેશકુમાર રામ સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૧  ને એસીબીની  દરખાસ્ત આધારે ગાંધીનગરના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપસચિવએ તેમને ફરજમોકુફ કરવાની માગણી ધ્યાને લઇ  તેઓની સેવાઓ તાત્કાલીક અસરથી સમાપ્ત કરતો હુકમ કર્યો છે.

અત્રે યાદ રહે કે કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં પાર્ટ ટાઇમ સવેતન ફરજ બજાવતા આ ડોકટર સામે  એક ફરીયાદીએ વેતન સંદર્ભે તેમની સહીની જરૂર હોય તે સહી કરવા માટે આરોપી ડોકટર દ્વારા રૂ. ૮ હજારની લાંચ માગ્યાની એસીબીમા ફરીયાદ કરવામાં આવેલ.  એસીબી સુત્રોના કથન મુજબ આરોપીએ ૮ હજારની લાંચ ફરીયાદી પાસે માગવા સાથે લાંચ સ્વીકારતા તા. ૧૧/૧૦/ર૦૧૮ના રોજ એસીબી હાથે ઝડપાઇ ગયેલા. આમ માત્ર નાના માછલાઓ જ નહિ, મોટા  મગરમચ્છાને જાળમાં સપડાવવાની એસીબી વડા કેશવકુમારની ઝુંબેશ આગળ વધી રહી છે. 

 

(9:20 am IST)