Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

અંકલેશ્વરમાં અમન માર્કેટના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી :પ્લાસ્ટિક બેગ અને ડ્રમ બળીને ખાખ

અંકલેશ્વર, પાનોલી અને ડીપીએમસીના ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો

 

અંકલેશ્વરમાં આવેલ અમન માર્કેટના એક ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.જેમાં ગોડાઉનમાં રહેલ પ્લાસ્ટિક બેગ અને ડ્રમ બળીને ખાખ થયા હતા આગના ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી 

 જાણવા મળતી વિગત મુજબ અંકલેશ્વરમાં અંન્સાર માર્કેટ નજીકમાં આવેલ અમન માર્કેટમાં આમીરભાઇના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા માર્કેટના અન્ય વેપારીઓમાં  નાસભાગ મચી જવા પામી હતી.અચાનક લાગેલ આગમાં ગોડાઉનમાં રહેલ પ્લાસ્ટીક બેગ અને ડ્રમ બળીને ખાખ થયા હતા જોકે આગની જાણ ફાયર વિભાગને જાણ કરાતા અંકલેશ્વર પાનોલી તેમજ ડીપીએમસીના મળી બે ફાયર ફાઇટરો ઘટન સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

(9:58 pm IST)