Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ગુજરાત પાસે હેરીટેઝનો સમૃદ્ધ વારસો :સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પર્યટન સ્થળોએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું :રાજ્યપાલ

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

 

 અમદાવાદ : ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત પ્રોત્સાહિત એવોર્ડ વિતરણ સમારોહમાં રાજ્યપાલ .પી.કોહલીએ જણાવ્યું હતું કે, ગુજરાત વૈશ્વિક સ્તરે દેશ-વિદેશના પર્યટકોને આકર્ષી રહ્યું છે. રાજ્ય સરકારે પ્રવાસન સ્થળો અને પર્યટન વિકાસ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, રણોત્સવ, પોળોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ, ઉતરાર્ધ મહોત્સવ જેવા કાર્યક્રમોમાં દેશ-વિદેશમાં વસતા પર્યટકો આવે છે

    રાજ્યપાલએ  જણાવ્યું હતું કે, ગુજરાત પાસે તેનો હેરિટેજ વારસો પણ એટલો સમૃધ્ધ છે. જેમાં પાટણની રાણકીવાવ, ધોળાવીરા, પોળોના કલાત્મક મંદિરો, ચાંપાનેર વિદેશી પર્યટકોમાં પ્રિય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિએ પણ સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યું છે.     

    રાજ્યપાલશ્રી દ્વારા સોમનાથ ટ્રસ્ટ, સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, પ્રવાસન ક્ષેત્રે ટૂર ઓર્ગેનાઈઝર્સને પ્રશંસનીય કામગીરી માટે એવોર્ડ એનાયત કરાયા હતા

    પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્ય હતા

    પ્રસંગે મેયર શ્રીમતી બિજલબેન પટેલ, ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના નિયામક અમીત ઠાકર તથા પ્રવાસન ક્ષેત્રે જોડાયેલા અગ્રણીઓ હાજર રહ્યા હતા

 

(10:36 pm IST)