Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

અમદાવાદ : વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો

અમદાવાદમાં પારો ૧૦.૧ અને ગાંધીનગરમાં ૭.૮ : રાજ્યના ઘણા ભાગોમાં પારો હજુ પણ ૧૦ ડિગ્રીથી નીચે

અમદાવાદ, તા.૯ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં મોટાભાગે કોઇ ફેરફારની સ્થિતિ જોવા મળી રહી નથી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી ૪૮ કલાકમાં પણ તાપમાનમાં કોઇ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે લોકો પરેશાન છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે સૌથી વધુ ઠંડીનો અનુભવ પાટનગર ગાંધીનગરમાં થયો હતો જ્યાં પારો ૭.૮ ડિગ્રી સુધી નીચે રહ્યો હતો જ્યારે ડિસામાં ૯.૨ અને નલિયામાં ૮.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતંુ. મહુવામાં પણ પારો ૮.૭ ડિગ્રી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૦.૧ ડિગ્રી રહ્યું હતું. ઠંડીનું જોર ઘટ્યું હોવા છતાં અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે.  જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે વધી શકે છે અને પારો ૧૧ની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં સવારમાં ધુમ્મસના વાતાવરણના લીધે માહોલ વરસાદી રહ્યો હતો. જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો.   હવામાન વિભાગનું કહેવું છે કે, હાલમાં રાજ્યમાં નીચલી સપાટી ઉપર ઉત્તરપૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૯ : ગુજરાતમાં ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ.......................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૧૦.૧

ડિસા.............................................................. ૯.૨

ગાંધીનગર..................................................... ૭.૮

વીવીનગર................................................... ૧૧.૩

વડોદરા....................................................... ૧૦.૪

સુરત........................................................... ૧૪.૧

વલસાડ......................................................... ૮.૧

અમરેલી...................................................... ૧૨.૬

રાજકોટ....................................................... ૧૧.૨

સુરેન્દ્રનગર...................................................... ૧૧

મહુવા............................................................ ૮.૭

ભુજ............................................................. ૧૨.૨

નલિયા........................................................... ૮.૬

કંડલા એરપોર્ટ................................................ ૧૦

(8:10 pm IST)