Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

આમોદ-જંબુસર રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર ઊંધું પડતા આગ ભભૂકી

આમોદ:આમોદ-જંબુસર રોડ ઉપર મહારાષ્ટ્ર પાસિંગની કેમીકલ ભરેલી ટેન્કરમાં ટાયર ફાટતા પલટી જતા અચાનક આગ ભભૂકતાં દોડધામ મચી ગઇ હતી.

વડોદરા એલેમ્બિક કંપનીમાંથી એસીટોન નામનું અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર વડોદરાથી નીકળી મહારાષ્ટ્રના ભીંવડી જતું હતું. ત્યારે આમોદની હોટલ ડિસન્ટ નજીક રોડ ઉપર ખાડો હોવાને કારણે ટેન્કરનું ટાયર ફાટતાં ટેન્કર પલટી ગયું હતું.

જેથી ડ્રાઇવર- કંડક્ટર પોતાનો જીવ બચાવવા ટેન્કરમાંથી કૂદી પડયા હતા. ટેન્કર પલટી જતાં રોડ પર ધસડાવાથી ટેન્કરમાં રહેલા અત્યંત જ્વલનશીલ એસીટોમ એસીડને કારણે ટેન્કરમાં અચાનક આગે દેખાદીધી હતી. જોતજોતામાં આગે રૌદ્ર રૃપ ધારણ કરી લોકોમાં દહેશત વ્યાપી હતી.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર આવી ઔદ્યોગિક એકમોના ફાયર લાશ્કરો તેમજ જંબુસર પાલિકાના લાશ્કરોએ આગ ઉપર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.

રોડ ઉપર ટેન્ડરમાં લાગેલી વિકરાળ આગને પગલે આમોદ- જંબુસર રોડ ઉપર ટ્રાફિક જામ થઈ જતાં આમોદ પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

(6:49 pm IST)