Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

વટવા GIDC માં કેમિકલ કંપનીઓમાં પ્રચંડ આગ : અન્ય ચાર ફેક્ટરીઓમાં પ્રસરી :બ્રિગેડ કોલ જાહેર

ખાનગી ટ્રક સળગી ઉઠી: 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ :40 ફાયર ફાઇટરની ગાડીઓ અને 100 જેટલા જવાનાએ ત્રણ કલાકની જહેમત ઊઠવાઈ કાબુ મેળવ્યો

અમદાવાદમાં મોડી રાતે સડા બાર વાગ્યાની આસપાસ વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસેની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ દૂર્ઘટનામાં પહેલા માતંગી એન્ટરપ્રાઇઝ અને તે બાદ જક્ષય કેમિકલ કંપનીમાં આગ લાગી હતી જે બાદ આસપાસની ચાર જેટલી અન્ય કંપનીઓમાં આગ ફેલાઇ ગઇ હતી. સદનસીબે, આ દૂર્ઘટનામાં હજી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. ઘટનાની જાણ થતા વટવા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો

આ પ્રચંડ આગ લાગવામાં કારણે એક ખાનગી ટ્રક સળગી ઉઠી છે આ ઉપરાંત આસપાસમાં રહેલા 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. આગ લાગતા ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારો પર પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા પરંતુ તેમની તમામ જીવનજરૂરી વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે

આ આગ એટલી પ્રચંડ હતી કે, ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી દીધો હતો. આમાં 40 ફાયર ફાઇટરની ગાડીઓ અને 100 જેટલા જવાનાએ મળીને આગ પર આશરે ત્રણ કલાકની જહેમત બાદ મહત્તમ કાબુ મેળવ્યો હતો. જેના કારણે કંપનીઓની આસપાસ રહેતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ આગ એટલી ભીષણ હતી કે તેના આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હતી. આ કેમિકલ કંપનીઓમાં આગ લાગવાને કારણે અંદર રહેલા કેમિકલના જથ્થામાં અનેક ધડાકાઓ પણ થયા હતા જે ઇશનપુર સુધી સંભળાતા હતા. જેના કારણે આસપાસના સ્થાનિકોમાં પણ ઘણો ફફડાટ ફેલાયો હતો. આસપાસના રહીશો આ પ્રચંડ ધડાકાને કારણે ઉંઘમાંથી જાગી ગયા

(10:34 am IST)