Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

સોમવારે ગાંધીનગરમાં કઝાકિસ્તાન ગણતાંત્રિક રાષ્ટ્રની કોન્સ્યુલ કચેરીનો મુખ્યમંત્રી વિજયભાઈ કરાવશે પ્રારંભ

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરમાં કઝાકિસ્તાન ગણતાંત્રિક રાષ્ટ્રની કોન્સ્યુલ કચેરીનો પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોમવારે ગાંધીનગરમાં મધ્ય એશિયાના ગણતાંત્રિક રાષ્ટ્ર કઝાકિસ્તાનની કોન્સયુલ કચેરીનો પ્રારંભ કરાવશે .  ગાંધીનગરમાં કાર્યરત થનાર આ નવી કચેરીના કોન્સ્યુલર તરીકે દિલીપ ચુનીલાલ ચંદનની નિયુક્તિ કરવામાં આવી છે     મુખ્યમંત્રી સોમવારે ૧૦ ડિસેમ્બરે સવારે ૧૦.૪૫ કલાકે  સેક્ટર ૮ બી પ્લોટ નંબર ૩૫૨ ખાતે આ કચેરી ખુલ્લી મુકવાના છે

(10:02 pm IST)
  • લોકસભાની ચુંટણી માટે ભાજપની કવાયત :લોકસભાના પ્રભારીઓ અને સહ પ્રભારીઓ સાથે કમલમ ખાતે કોર ગ્રુપની બેઠક :પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી :સંગઠનમંત્રી ભીખુભાઇ અને ગોરધન ઝડકિયા બેઠકમાં હાજર :ગુજરાતની ૨૬ બેઠકો માટે રણનીતિ ઘડાશે :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રી અધ્યક્ષ અમિતભાઇ શાહના આગમનને લઇ ચર્ચા : મહિલા સંમેલનને લઇને પણ વાતચીત access_time 8:08 pm IST

  • જૂનાગઢ : મગફળી બાદ તુવેરમાં કોભાંડની શક્યતા : માણાવદરમાં ટેકાના ભાવે તુવેરમાંથી કાંકરા નીકળ્યા : નાફેડ દ્વારા કરાઈ હતી તુવેરની ખરીદી : રાજકોટના વેપારીઓએ માલ ઉપાડવાનો ઇનકાર કર્યો access_time 1:36 am IST

  • પૂર્વ કેન્દ્રીયમંત્રી યશવંતસિંહાએ કહ્યું કે કેન્દ્ર સરકારે દેશની વિભિન્ન સંસ્થાનોને નષ્ટ કર્યા :ભાજપના પૂર્વ નેતાએ આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય મંત્રીમંડળ સહીત દેશની વિભિન્ન સંસ્થાનોને નષ્ટ કરી નાખી છે access_time 1:08 am IST