Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

અમદાવાદના કોર્પોરેટરે વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરતા ભારે હોબાળો : જબરો વિવાદ સર્જાયો

સિનિયર અગ્રણી ગ્રુપમાંથી બહાર નીકળી ગયા :એડમીન દ્વારા બારડને ગ્રુપમાંથી હાંકી કઢાયો

અમદાવાદ ;શહેરના એક કોર્પોરેટર રણજીતસિંહ બારડ દ્વારા પોતાના પક્ષના એક નવસર્જન નામના વોટ્સએપ ગ્રૂપમાં એક પછી એમ નવ જેટલી અશ્લિલ તસવીરો પોસ્ટ કરી દીધી હતી. જેના કારણે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો  સોશિયલ મીડિયા એવા વોટ્સએપમાં ચાલતા રાજકિય ગ્રૂપમાં સભ્ય એવા કોર્પોરેટર કક્ષાના અગ્રણી દ્વારા અશ્લિલ તસવીરો શેર કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે.

 કોર્પોરેટર બારડે નામના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટા પોસ્ટ કરી દેતા વિવાદ સર્જાયો હતો. જે પછી તેનાં નામ સાથે સ્ક્રિન શોટ સાથેની તસવીરો હાલ વાયરલ થઇ રહી છે. જે

 આ પછી પક્ષના સોશિયલ મીડિયાનો બહોળો અનુભવ ધરાવતા સિનિયર અગ્રણી દ્વારા આ પોસ્ટને અત્યંત દુઃખદ તસ્વીરો ગણાવી હતી અને પોતે ગ્રૂપમાંથી બહાર નીકળી ગયા હતા.

 આ પછી અન્ય સભ્યોએ આ પોસ્ટને તાત્કાલિક ડિલીટ કરવા કહ્યું હતું. આ પછી અન્ય સભ્યોએ એડમીનને આ સભ્યને ગ્રૂપમાંથી બહાર કાઢવા જણાવ્યું હતું. જે પછી એડમીન દ્વારા તેને ગ્રૂપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, આવા રાજકીય અગ્રણીઓનાં વોટ્સએપ ગ્રૂપ હોય છે તેમાં ઘણી વખત આવી અશ્લીલ ક્લિપો ભૂલથી તો કેટલીક વાખ્ત જાણી જોઈને પોસ્ટ કરવામાં આવી હોવાના કેટલાય કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે.

 

(8:07 pm IST)