Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

વડોદરાના કરજણ-આમોદ રોડ પર ટ્રક ની ઠોકરે બાઈક સવાર બે સગા ભાઇઓ સહીત ત્રણ યુવાનોના કરૂણમોત

બાઇકને ટક્કર મારતા 3 યુવાનો પર ટ્રકના ટાયરો ફરી વળ્યાં :બાઇકનો ખુરદો બોલી ગયો

વડોદરામાં કરજણ-આમોદ રોડ પર આવેલા મિયાગામ પાસે ગઈકાલે વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બે સગા ભાઇઓ સહીત ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

મળતી વિગતો મુજબ, ટ્રકે બાઇકને ટક્કર મારતા 3 યુવાનો પર ટ્રકના ટાયરો ફરી વળ્યાં હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઇકનો ખુરદો બોલી હતો. અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

 

(7:08 pm IST)